ઘરે સોહેલની બર્થ ડે પાર્ટી હતી.શાયનાએ બધી તૈયારી જાતે કરી હતી કારણ કે સોહેલની ઈચ્છા હતી કે ઘરે જ પાર્ટી કરવી છે.જમવાનું પણ વેલકમ ડ્રીંકથી ડેઝર્ટ સુધી બધું જ જાતે બનાવ્યું હતું, કેક પણ અને ડેકોરેશન પણ તેણે અને તેની દીકરી ઝીયાએ જાતે જ કર્યું હતું. સોહેલના બધા મિત્રો અને સ્વજનો આવ્યાં હતાં. લગભગ ૬૦ લોકો પાર્ટીમાં હતાં.ડાન્સ ગેમ્સ ચાલુ હતી.બધા શાયનાનાં વખાણ કરી રહ્યાં હતાં.વેલકમ ડ્રીંક જ યુનિક હતું. લીલી ચા અને ફુદીનામાંથી બનાવ્યું હતું.એક મિત્રે કહ્યું, ‘વાહ, આવી શરૂઆત છે તો આગળ બહુ મજા આવશે.’ એક મિત્રપત્ની બોલી, ‘શાયનાભાભી જેવી બિરયાની તો કોઈની બનતી નથી. ભાભી, બિરયાની બનાવી છે ને..’ શાયનાએ હસીને હા પાડી. એક મિત્રે પૂછ્યું, ‘ભાભી, ડેઝર્ટમાં શું છે?’ શાયનાએ કહ્યું, ‘સરપ્રાઈઝ છે અને એક નહિ ત્રણ ડેઝર્ટ આઈટમ છે.’
બધા બોલી ઊઠ્યા, ‘વાહ ..’ સોહેલના ખાસ દોસ્તે કહ્યું, ‘ભાભી, ગાજરનો હલવો બનાવ્યો છે ને.મારો અને સોહેલનો ફેવરીટ છે.’ શાયના બોલી, ‘ના ,ગાજરનો હલવો આજે નથી બનાવ્યો, પણ તમે બીજી વાર આવશો ત્યારે ચોક્કસ બનાવીશ.’ સોહેલ બોલ્યો, ‘બીજી વાર શું કામ? આજે મારો જન્મદિવસ છે અને મારા દોસ્તની ફરમાઇશ છે હમણાં જ બનાવી નાખ.’ શાયના કંઈ બોલી નહિ, પણ સોહેલની સામે જોઈ રહી.પેલા દોસ્તે કહ્યું, ‘અરે ના,ના, કોઈ જરૂર નથી. બીજી કોઈ વાર વાત. પાર્ટી શરૂ થઈ ગઈ છે. હવે ગાજરનો હલવો ભાભી કયાં બનાવશે? રહેવા દે.’ સોહેલ બોલ્યો, ‘તને ખબર નથી દોસ્ત તારી ભાભી તો મેજિક જાણે છે.
હમણાં ૧૫ મીનીટમાં હલવો બની જશે.’ શાયના ધીમે અવાજે બોલી, ‘લગભગ એક દોઢ કલાક થશે.૧૫ મીનીટમાં હલવો થોડો બને.’ સોહેલ મોટેથી બોલ્યો, ‘અરે ભલે થાય બે કલાક, પણ ગાજરનો હલવો તો મારા દોસ્ત માટે બનાવ જ …જા હમણાં જ બનાવ.’ દોસ્ત ના પાડતો રહી ગયો. બહાર પાર્ટી ચાલુ હતી.બધાં મજા કરતાં હતાં અને શાયનાએ એક કલાક રસોડામાં મહેનત કરી બધા માટે ગાજરનો હલવો બનાવ્યો.તે થાકી ગઈ.આમ પણ પાર્ટીની તૈયારીમાં થાકી જ હતી.વળી ઉપરથી આવી ચાલુ પાર્ટીએ ફરમાઇશ.તે પાર્ટીની કોઈ મજા ન માણી શકી.શરીર કામ કરી થાક્યું અને મન પણ થાક્યું આવી જોહુકમીથી. બધાએ ગાજરના હલવાના ખૂબ વખાણ કર્યાં, પણ શાયના ખુશ ન હતી.
પાર્ટી પૂરી થઈ પછી શાયના એકલી બધું સાફ કરી રહી હતી ત્યારે તેની ચૌદ વર્ષની દીકરી ઝીયા બોલી, ‘મમ્મી …તું આજે મારી પાસેથી એક વાત શીખ.’ શાયના બોલી, ‘શું?’ ઝીયાએ કહ્યું , ‘ મમ્મી, તું ના પાડતાં શીખ. ભલે પપ્પા કહે કે હું કે કોઇ પણ.તારી ઈચ્છા ન હોય કે તું થાકેલી હોય તો કોઇ પણ કામની ના પાડતાં શીખ. તું બધાને સાચવે જ છે. કોઈ દિવસ કોઈની ફરમાઇશ નહીં પૂરી કરી શકે તો વાંધો નહિ ઇટ્સ ઓ.કે. તેમાં તું ખરાબ નથી થઈ જતી. આજે તેં પાર્ટીની તૈયારીઓ કરી, પણ તું જ પાર્ટી ન માણી શકી. તું મને પ્રોમિસ આપ કે હવે તું ના પાડતાં શીખી જઈશ.’ શાયના પોતાની મોટી થઇ ગયેલી દીકરીને ભેટી પડી. – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
ઘરે સોહેલની બર્થ ડે પાર્ટી હતી.શાયનાએ બધી તૈયારી જાતે કરી હતી કારણ કે સોહેલની ઈચ્છા હતી કે ઘરે જ પાર્ટી કરવી છે.જમવાનું પણ વેલકમ ડ્રીંકથી ડેઝર્ટ સુધી બધું જ જાતે બનાવ્યું હતું, કેક પણ અને ડેકોરેશન પણ તેણે અને તેની દીકરી ઝીયાએ જાતે જ કર્યું હતું. સોહેલના બધા મિત્રો અને સ્વજનો આવ્યાં હતાં. લગભગ ૬૦ લોકો પાર્ટીમાં હતાં.ડાન્સ ગેમ્સ ચાલુ હતી.બધા શાયનાનાં વખાણ કરી રહ્યાં હતાં.વેલકમ ડ્રીંક જ યુનિક હતું. લીલી ચા અને ફુદીનામાંથી બનાવ્યું હતું.એક મિત્રે કહ્યું, ‘વાહ, આવી શરૂઆત છે તો આગળ બહુ મજા આવશે.’ એક મિત્રપત્ની બોલી, ‘શાયનાભાભી જેવી બિરયાની તો કોઈની બનતી નથી. ભાભી, બિરયાની બનાવી છે ને..’ શાયનાએ હસીને હા પાડી. એક મિત્રે પૂછ્યું, ‘ભાભી, ડેઝર્ટમાં શું છે?’ શાયનાએ કહ્યું, ‘સરપ્રાઈઝ છે અને એક નહિ ત્રણ ડેઝર્ટ આઈટમ છે.’
બધા બોલી ઊઠ્યા, ‘વાહ ..’ સોહેલના ખાસ દોસ્તે કહ્યું, ‘ભાભી, ગાજરનો હલવો બનાવ્યો છે ને.મારો અને સોહેલનો ફેવરીટ છે.’ શાયના બોલી, ‘ના ,ગાજરનો હલવો આજે નથી બનાવ્યો, પણ તમે બીજી વાર આવશો ત્યારે ચોક્કસ બનાવીશ.’ સોહેલ બોલ્યો, ‘બીજી વાર શું કામ? આજે મારો જન્મદિવસ છે અને મારા દોસ્તની ફરમાઇશ છે હમણાં જ બનાવી નાખ.’ શાયના કંઈ બોલી નહિ, પણ સોહેલની સામે જોઈ રહી.પેલા દોસ્તે કહ્યું, ‘અરે ના,ના, કોઈ જરૂર નથી. બીજી કોઈ વાર વાત. પાર્ટી શરૂ થઈ ગઈ છે. હવે ગાજરનો હલવો ભાભી કયાં બનાવશે? રહેવા દે.’ સોહેલ બોલ્યો, ‘તને ખબર નથી દોસ્ત તારી ભાભી તો મેજિક જાણે છે.
હમણાં ૧૫ મીનીટમાં હલવો બની જશે.’ શાયના ધીમે અવાજે બોલી, ‘લગભગ એક દોઢ કલાક થશે.૧૫ મીનીટમાં હલવો થોડો બને.’ સોહેલ મોટેથી બોલ્યો, ‘અરે ભલે થાય બે કલાક, પણ ગાજરનો હલવો તો મારા દોસ્ત માટે બનાવ જ …જા હમણાં જ બનાવ.’ દોસ્ત ના પાડતો રહી ગયો. બહાર પાર્ટી ચાલુ હતી.બધાં મજા કરતાં હતાં અને શાયનાએ એક કલાક રસોડામાં મહેનત કરી બધા માટે ગાજરનો હલવો બનાવ્યો.તે થાકી ગઈ.આમ પણ પાર્ટીની તૈયારીમાં થાકી જ હતી.વળી ઉપરથી આવી ચાલુ પાર્ટીએ ફરમાઇશ.તે પાર્ટીની કોઈ મજા ન માણી શકી.શરીર કામ કરી થાક્યું અને મન પણ થાક્યું આવી જોહુકમીથી. બધાએ ગાજરના હલવાના ખૂબ વખાણ કર્યાં, પણ શાયના ખુશ ન હતી.
પાર્ટી પૂરી થઈ પછી શાયના એકલી બધું સાફ કરી રહી હતી ત્યારે તેની ચૌદ વર્ષની દીકરી ઝીયા બોલી, ‘મમ્મી …તું આજે મારી પાસેથી એક વાત શીખ.’ શાયના બોલી, ‘શું?’ ઝીયાએ કહ્યું , ‘ મમ્મી, તું ના પાડતાં શીખ. ભલે પપ્પા કહે કે હું કે કોઇ પણ.તારી ઈચ્છા ન હોય કે તું થાકેલી હોય તો કોઇ પણ કામની ના પાડતાં શીખ. તું બધાને સાચવે જ છે. કોઈ દિવસ કોઈની ફરમાઇશ નહીં પૂરી કરી શકે તો વાંધો નહિ ઇટ્સ ઓ.કે. તેમાં તું ખરાબ નથી થઈ જતી. આજે તેં પાર્ટીની તૈયારીઓ કરી, પણ તું જ પાર્ટી ન માણી શકી. તું મને પ્રોમિસ આપ કે હવે તું ના પાડતાં શીખી જઈશ.’ શાયના પોતાની મોટી થઇ ગયેલી દીકરીને ભેટી પડી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.