તમિલનાડુના (Tamilnadu) શિવાકાશીમાં ફટાકડાની ફેક્ટરીમાં (Firecracker Factory) વિસ્ફોટ થયો છે. આ અકસ્માતમાં 5 મહિલાઓ સહિત 8 મજૂરોના મોત થયા છે. તમિલનાડુ પોલીસે આ જાણકારી આપી છે. પોલીસ અને ફાયર સર્વિસ ઘાયલોને શિવાકાશીની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘાયલોમાં એક વ્યક્તિની હાલત અત્યંત નાજુક છે. અધિકારીએ વધુમાં જણાવ્યું કે આગનું કારણ શોધીવામાં આવી રહ્યું છે.
તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાંથી એક દર્દનાક સમાચાર સામે આવ્યા છે. વિરુધુનગર જિલ્લાના શિવકાશી નજીક ફટાકડાના ઉત્પાદન એકમમાં વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં પાંચ મહિલાઓ સહિત આઠ લોકોના મોત થયા છે. ધડાકો એટલો જોરદાર હતો કે ઘટનાસ્થળેથી લગભગ એક કિલોમીટર દૂર ધુમાડાના ગોટેગોટા અને જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો હતો.
જાણકારી માટે તમને જણાવી દઈએ કે દેશમાં ફટાકડાનો 90 ટકા વપરાશ શિવકાશી અને આસપાસના વિસ્તારોમાં ફટાકડા યુનિટમાંથી થાય છે. દરમિયાન વિરુધુનગર કલેક્ટર જયસેલને આ બાબતની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે જિલ્લાના શિવકાશી નજીક ફટાકડાના ઉત્પાદન એકમમાં વિસ્ફોટમાં 8 લોકોના મોત થયા હતા.
પોલીસ અને ફાયર સર્વિસના જવાનો ઘાયલોને શિવાકાશીની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘાયલોમાંથી એકની હાલત અત્યંત નાજુક છે અને આગનું કારણ જાણવામાં આવી રહ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે વિરુધુનગર જિલ્લાના શિવકાશી નજીક સેંગમાલાપટ્ટી ખાતેના ખાનગી ફટાકડા ઉત્પાદન એકમમાં લગભગ 10 કામદારો કામ કરી રહ્યા હતા ત્યારે બપોરે વિસ્ફોટ થયો હતો.