SURAT

નાનકડી ભૂલે બાઈક ચાલકનો જીવ લીધો, પુણા પાટિયા નજીક થયેલા વિચિત્ર અકસ્માતના CCTV વાયરલ

સુરત: કાળ ક્યારે કોનો ભોગ લઈ લે તે કોઈ કહી શકે તેમ નથી. આવી જ એક ઘટના સુરતના પુણા પાટિયા વિસ્તારમાં બની છે. અહીં ગંગા હોટલની સામે એક અકસ્માતમાં બાઈક ચાલકનું દર્દનાક મોત થયું છે. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પુણા પાટિયા નજીક ગંગા હોસ્પિટલ પાસે બાઈક ચાલકનું અકસ્માતમાં કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. સતત વાહનોની અવરજવરથી ફૂલ ટ્રાફિક ધરાવતા આ રોડ પર અકસ્માત થતાં ટોળું ભેગું થઈ ગયું હતું. બાઈક ચાલકનું માથું ટ્રક નીચે આવી જતાં રોડ પર લોહી રેલાયું હતું. વાહનચાલકો, રાહદારીઓએ 108 બોલાવી ઈજાગ્રસ્ત બાઈક ચાલકને હોસ્પિટલમાં ખસેડવા તજવીજ હાથ ધરી હતી જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

આ બનાવની વધુમાં મળતી વિગત અનુસાર ગંગા હોસ્પિટલ પાસેથી પસાર થતી વખતે બાઈક ઉપર સવાર બે યુવકોને અકસ્માત નડ્યો હતો. આ બંને યુવકો ખૂબ જ સ્પીડમાં બાઈક ચલાવી રહ્યાં હતાં. દરમિયાન બાઈકની આગળ એક ટેમ્પો આવ્યો હતો અને બાઈક પાછળ ટ્રક આવી હતી.

ટેમ્પો સાથે અથડાઈ જવાની બીકે બાઈક ચાલક યુવકે અચાનક બ્રેક મારી હતી, જેના લીધે બાઈક રોડ પર સ્લીપ થઈ ગઈ હતી. તેથી બંને યુવકો રસ્તા પર આડા પડ્યા હતા. ત્યારે બાજુમાંથી પસાર થતી ટ્રકનું પાછલું વ્હીલ બાઈક ચાલક યુવકના માથા પરથી પસાર થઈ ગયું હતું, જેના લીધે યુવકનું માથું કચડાઈ ગયું હતું અને તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ના ફૂટેજમાં જોઈ શકાય છે કે બાઈક ચાલકની ભૂલને લીધે અકસ્માત સર્જાયો છે. ટેમ્પો આગળ ચાલી રહ્યો હતો અને તેની પાછળ આ બાઈક સવાર મિત્રો હતા. ટ્રક ચાલક પણ તેની દિશામાં યોગ્ય રીતે હંકારી રહ્યો હતો.

સ્લીપ ખાઈ જતા ટ્રકની તરફ પોતાના બાઈકની ડાબી બાજુએ રોડ પર યુવકો પટકાતા ટ્રકના પાછળનો માથાના ભાગે ફરી વળ્યું હતું જેના કારણે ટ્રક ચાલકને પણ ખ્યાલ આવ્યો ન હતો કે તેના ટ્રકના પાછળના ભાગે આ પ્રકારે અકસ્માત થયો છે. આસપાસના લોકો એકત્રિત થઈ જતા 108 ને ફોન કર્યો હતો જ્યાં 108 ની ટીમ દ્વારા બાઈક ચાલક યુવક અને મૃત જાહેર કર્યો હતો ઘટનાની જાણે થતા પુણા પોલીસે તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top