Gujarat

રાજકોટમાં ભાજપે બોગસ મતદાન કરાવ્યું હોવાના ક્ષત્રિય સમાજના આક્ષેપ, દાંતામાં ગેનીબેને પણ લગાવ્યો આરોપ

ગાંધીનગર: (Gandhinagar) બનાસકાંઠાના દાંતા તાલુકાની ઘરેડા પ્રાથમિક શાળામાં, સીઆરપીએફની નંબર પ્લેટવાળી ગાડી લઈને સીઆરપીએફનો (CRPF) નકલી જવાન, મતદારોને ભાજપ તરફી મતદાન કરાવવા ધમકાવતો હોવાનો આક્ષેપ બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગનીબેન ઠાકોરે કર્યો હતો.

  • રાજકોટમાં ભાજપે બોગસ મતદાન કરાવ્યું હોવાના ક્ષત્રિય સમાજના આક્ષેપ
  • દાંતામાં મતદાન કેન્દ્રની બહાર નકલી CRPF જવાને ભાજપ તરફી મતદાન કરવા મતદારોને ધમકાવ્યા હોવાના કોંગ્રેસી ઉમેદવાર ગેનીબેન ઠાકોરના આક્ષેપ, બંને બનાવોમાં ચૂંટણી પંચને ફરિયાદ

ગનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે દાતાની ઘરેડા પ્રાથમિક શાળાના મતદાન કેન્દ્રની મુલાકાત વખતે મતદાન મથકની બહાર એક નકલી સીઆરપીએફ જવાન ઝડપાયો છે. પ્રકાશ ચૌધરી નામનો આ યુવક પાલનપુરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ યુવકને દાતાના ઘરેણ ગામ ખાતે કોઈ જ લેવાદેવા ન હોવા છતાં સીઆરપીએફની પ્લેટ લગાવી નકલી સીઆરપીએફ જવાન મતદારોને ભાજપમાં મત આપવા માટે લોકોને ડરાવી ધમકાવી રહ્યો હોવાનું બહાર આવ્યું છે. ચૌધરી સમાજના યુવાનોને ભાજપ તરફી મતદાન કરવા દબાવી રહ્યો હતો. આ અંગે ગનીબેન ઠાકોરે જિલ્લા પોલીસ વડા અને ચૂંટણી પંચને આ યુવક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.

બીજી તરફ રાજકોટમાં ભાજપ દ્વારા બોગસ મતદાન કરાવવામાં આવતું હોવાનો ક્ષત્રિય સમાજ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. રાજકોટના વોર્ડ નંબર- 2 એરપોર્ટ રોડ ઉપર જે.એન બોર્ડિંગમાં એક કેસરી કલરની ટીશર્ટ પહેરેલો યુવક બોગસ મતદાન કરાવતો હોવાનું જણાઈ આવ્યું હતું. ક્ષત્રિય સમાજ દ્વારા યુવકનો વિડીયો ઉતારવામાં આવતા યુવક સ્કૂટર લઇને ફરાર થઈ ગયો હતો. આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે, ચૂંટણી પંચની તપાસમાં યુવક બોગસ મતદાન કરાવતો હતો કે કેમ? તે બહાર આવશે.

Most Popular

To Top