મુંબઈ: (Mumbai) સલમાન ખાનના (Salman Khan) ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કેસમાં મુંબઈ પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. પોલીસે ગુરુવારે ગોળીબારના સંબંધમાં પંજાબમાંથી બે લોકોની ધરપકડ કરી હતી. અધિકારીએ કહ્યું કે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બંનેની ધરપકડ કરી છે અને તેમને મુંબઈ લઈ જવામાં આવી રહ્યા છે.
14 એપ્રિલે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર થયેલી ફાયરિંગની ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા. દરમિયાન મુંબઈની એક કોર્ટે બાંદ્રામાં બોલિવૂડ અભિનેતાના ઘરની બહાર ગોળીબારના સંબંધમાં ધરપકડ કરાયેલા બે લોકોની પોલીસ કસ્ટડી 29 એપ્રિલ સુધી લંબાવી છે. હવે આ કેસમાં પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. મુંબઈ પોલીસે ગુરુવારે ગોળીબારના સંબંધમાં પંજાબમાંથી બે લોકોની ધરપકડ કરી હતી. તેમજ આ મામલે મોટો ખુલાસો થયો છે.
મુંબઈમાં અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર તાજેતરમાં થયેલા ફાયરિંગ સંબંધમાં મુંબઈ પોલીસે ગુરુવારે પંજાબમાં બે લોકોની ધરપકડ કરી હતી. એક અધિકારીએ જણાવ્યું કે સુભાષ ચંદર (37) અને અનુજ થાપન (32)એ 15 માર્ચે શૂટર્સને હથિયાર અને કારતુસ આપ્યા હતા. અધિકારીએ કહ્યું કે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બંનેની ધરપકડ કરી છે અને તેમને મુંબઈ લઈ જવામાં આવી રહ્યા છે.
આ પહેલા પોલીસે સલમાન ખાનના બાંદ્રા ઘરની બહાર થયેલી ફાયરિંગની ઘટનાના સંબંધમાં વિકી ગુપ્તા (24 વર્ષ) અને સાગર પાલ (21 વર્ષ)ની ધરપકડ કરી હતી. બંને બિહારના રહેવાસી છે. અગાઉના રિમાન્ડ પૂરા થતાં બંને આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે હવે બંનેને 29 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે.