પોલીસ દ્વારા મહિલાની ધરપકડ. જ્યારે ડુપ્લીકેટ આર્મી ઓફિસર વોન્ટેડ
પ્રતિનિધિ વડોદરા તા. 23
આર્મી ઓફિસર તરીકેની ઓળખ આપનાર આરોપીના ગોરવા ખાતેના મકાનમાં પોલીસ દ્વારા તપાસ કરાતા 3.67 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી ગોરવા પોલીસે દારૂ સાથે તેની પત્નીની ધરપકડ કરી હતી જ્યારે ડુપ્લીકેટ આર્મી ઓફિસરની ઓળખ આપનાર મહમ્મદ ફારુક સફીને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા મધુનગર માં રહેતો મોહમ્મદ ફારુક શફીએ પોતે આર્મી ઓફિસર તરીકેની ઓળખ આપી હતી. ફારૂક શેખ વિરુદ્ધ વિરુદ્ધ નંદુરબાર પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયેલો છે. જેથી નંદુરબાર પોલીસ સ્ટેશનના અધિકારીઓ તપાસ માટે મોહમ્મદ ફારુકના ગોરવા મધુનગર ખાતેના મકાનમાં તપાસ કરવા માટે આવ્યા હતા. જેથી નંદુરબાર પોલીસ સાથે ગોરવાની ટીમ પણ તેના મકાનમાં તપાસ કરવા માટે પહોંચી હતી. દરમિયાન મકાનમાંથી મોહમ્મદ ફારુકની પત્ની શાહિદા શેખ હાજર હતી. જેથી તેને સાથે રાખીને ઘરમાં તપાસ કરી હતી. ત્યારે મકાનમાં સંતાડી રાખેલો રુ. 3.67 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે તેની પત્નીને ઝડપી પાડી હતી. જ્યારે સાહિલ સફી શેખ ઉર્ફે મોહમ્મદ ફારુક શેખ ઝડપાયો ન હતો. જેથી ગોરવા પોલીસ દ્વારા શાહિદા શેખની ધરપકડ કરીને આર્મી ઓફિસરની ઓળખ આપનાર ઠગ મોહમ્મદ ફારુકને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
વડોદરા : આર્મી ઓફિસરની ઓળખ આપનાર શખ્સના ગોરવાના મકાનમાંથી રૂ.3.67 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
By
Posted on