Vadodara

છાયાપુરી રેલવે સ્ટેશન ખાતે જીઆરપી દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ,મુસાફરોમાં ફફડાટ

આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એસપીની સૂચના મુજબ કોમ્બિગ હાથ ધરાયું

કોઇ શંકાસ્પદ કે વાંધાનજક પદાર્થ નહી મળી આવતા તંત્રને હાશકારો

(પ્રતિનિધિ) વડોદરા તા.22

પશ્ચિમ રેલવેમાં દોડતી વિવિધ ટ્રેનોમાં બોમ્બ બ્લાસ્ટ તથા ગેરકાયદે માદક કે નશાયુક્ત પદાર્થની ગેરકાયદે થતી હેરાફેરી થતી હોય છે. ત્યારે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રેલવે એસપીની સૂચના મુજબ જીઆરપી વડોદરા તથા છાયાપુરી રેલવે સ્ટેશન પર સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધરીને ચેકિંગ કરાયું હતું. જોકે કોઇ વાંધાજનક પદાર્થ કે વસ્તુ મળી વી ન હતી.

આગામી લોકસભાની ચૂંટણી જાહેર થઇ ચુકી અને આદર્શ આચારસંહિતનો પણ અમલ શરૂ થઇ ગયો છે. ત્યારે રેલવે પોલીસ વિભાગ પણ એક્વિટ મોડમાં આવી ગયો છે. ચૂંટણી દરમિયાન કોઇ અનિચ્છિનીય બનાવ ના બને તથા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય માટે પશ્ચિમ રેલવે એસપી સરોજકુમારી દ્વારા બોમ્બ બ્લાસ્ટ તથા રેલવેમાં થતી નશાયુક્ત પદાર્થો તથા હથિયારોની હેરાફેરી રોકવા માટે સૂચના આપવામાં આવી હતી. તેના અંતર્ગત આજરોજ 22 એપ્રિલને સવારના 6થી 11 વાગ્યા દરમિયાન રેલવે એસઓજી તથા રેલવે પીઆઇ અને બીડીડીએસ સહિતના સ્ટાફ દ્વારા રેલવે સ્ટેશન વિસ્તારમાં સંયુક્ત રીતે સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધર્યું હતુ અને ટ્રેનોમાં પણ તપાસ કરાઇ હતી. દરમિયાન છાયાપુરી રેલવે સ્ટેશન પર પસાર થતી રાજ્ય બહારની ટ્રેનો પૈકીની ઇન્દોર ગાંધીનગર શાંતિ એક્સપ્રેસ, વેરાવળ, આગરા ફોર્ટ, અમદાવાદ સ્પેશિયલ, ઓખા ગોરખપુર તથા અમાદાવાદ દાનાપુર એક્સપ્રેસ ટ્રેસનમાંથી ઉતરતા તથા ટ્રેનોમાં બેસેલા તથા પ્લેટફોર્મ પર અવર જવર કરતા પેસેન્જરો પર સતત વોચ રાખવામાં આવી હતી. જો કોઇ મુસાફર શંકાસ્પદ જણાઇ તો તેમના માલસામાનની ઝીણવટ ભરી તપાસ કરાઇ હતી. આ પેસેન્જોરના બેગ સ્કેનર તથા મેન્યુઅલી ચેકિંગ કરાયું હતું. જેના પગલે એક તબક્કે મુસાફરોમાં ફફડાટ સાથે કુતુહલ સર્જાયું હતું

– ક્યાં કયાં ચેકિંગ કરાયું

પેસેન્જરોની ભીડભાડવાળી જગ્યાઓ, પાર્સલ ઓફિસ, પ્લેટફોર્મ પરના પાર્સલ, મુસાફરખાના, વેઇટિંગરૂમ, પેસેન્જરોએ સાથે રાખેલા લગેજ,ત થા આવતી ટ્રેનોમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. જોકે પોલીસને કાઇ વાંધાજનક કે શંકાસ્પદ પદાર્થ વસ્તુુ મળી આવી ન હતી.

Most Popular

To Top