Vadodara

વડોદરા : RTOની ફેક એપ્લિકેશનનું 360 ડિગ્રી ટેક્નિકલ માઈક્રો એનાલિસીસ

વાહન પરીવહન નામની એપીકે ફાઈલ એન્ડ્રોઈડ ઉપકરણોમાંથી માહિતી ચોરી કરવા માટે ડેવલોપ કરાઈ :

મોબાઈલમાં રહેલ સંવેદનશીલ ડેટા ચોરવા તેમજ તે ડેટા સાથે ચેડા કરવા અથવા નષ્ટ કરવા એપીકેનો મુખ્ય આશય

RTOની સામે આવેલી ફેક એપ્લિકેશનનું સાયબર એક્સપર્ટ દ્વારા માઈક્રો એનાલિસિસ કરવામાં આવતા ચોંકાવનારી માહિતી સામે આવી છે. જેમાં આ વાહન પરીવહન નામની એપીકે ફાઈલ એન્ડ્રોઈડ ઉપકરણોમાંથી માહિતી ચોરવા માટે ડેવલોપ કરવામાં આવેલુ એક ચોક્કસ પ્રકારનું દૂષિત સોફ્ટવેર છે.

વડોદરાના સાયબર એક્સપર્ટ મયુર ભુસાવરકરે જણાવ્યું હતું કે જયારે વાહન પરીવહન એપીકે ફાઈલનું મારા દ્વારા 360 ડિગ્રી ટેક્નિકલ માઈક્રો એનાલિસીસ કરવામાં આવ્યું તો એ બાબત સામે આવી કે આ વાહન પરીવહન નામની એપીકે ફાઈલ એન્ડ્રોઈડ ઉપકરણોમાંથી માહિતી ચોરવા માટે ડેવલોપ કરવામાં આવેલી એક ચોક્કસ પ્રકારનું દૂષિત સોફ્ટવેર છે. જે એક ઈન્ફોસ્ટીલર માલવેર ફેમીલીનું મેમ્બર છે. જેનો મુખ્ય આશય સમજદારીપૂર્વક ભોગ બનનારના મોબાઈલ ઉપકરણોમાં ઘૂસણખોરી કરવી અને તેની જાણ બહાર મોબાઈલમાં રહેલ સંવેદનશીલ ડેટા ચોરવા તેમજ તે ડેટા સાથે ચેડા કરવા અથવા નષ્ટ કરવા જેવી બાબત સામેલ થાય છે.એપ્લીકેશન ઈન્સ્ટોલ થયા બાદ એપ્લીકેશનનો આઈકોન ગૂમ થાય છે. જયારે યુઝર માલવેર એપ્લિકેશન દ્વારા માંગવામાં આવેલ પરવાનગી આપી દે છે. ત્યારબાદ તે એપ્લીકેશન જાતે જ તેના આઇકનને છુપાવે છે, અને વપરાશકર્તા ને એમ જ લાગે છે કે “વાહન પરીવહન એપીકે” એપ્લિકેશન ઈન્સ્ટોલ થઈ જ નથી,પરંતુ હકીકત એ હોય છે કે એપ્લિકેશન મોબાઈલના બેકગ્રાઉન્ડમાં કાર્યરત હોય છે. ત્યારબાદ તે એપ્લિકેશન મોબાઈલમાંથી કોન્ટેક્ટ , ટેક્સ્ટ સંદેશાઓ ,મોબાઈલ ડિવાઇસ અને સિમકાર્ડ વિશેની સંવેદનશીલ માહિતી એકત્રિત કરવાનું શરૂ કરે છે. તેમજ યૂઝરની જાણ બહાર યૂઝરના કોન્ટેક્ટ લીસ્ટમાં ઉપલબ્ધ લોકોને યૂઝરના નામથી જ સંદેશાઓ અને વિવિધ પ્રકારની લોભામણી લાલચો દર્શાવતા સંદેશાઓને મોકલી અન્ય યૂઝર ને ફસાવવાનો પ્રયત્ન કરી શકે છે. તેમજ ટેલિગ્રામ “એપીઆઈ” નો ઉપયોગ કરીને એકત્રિત ડેટાને ટેલિગ્રામ બોટને પણ મોકલી શકે છે.

એપ્લિકેશન દ્વારા લેવામાં આવતી મુખ્ય ત્રણ પરવાનગીઓ :

“વાહન પરીવહન એપીકે” જયારે મોબાઈલ ડિવાઇસમાં ઈન્સ્ટોલ કરવામાં આવે છે ,ત્યારે તે વિવિધ પરવાનગીઓ માટે વિનંતી શરૂ કરે છે. આ પરવાનગીઓમાં એસએમએસ સંદેશા મોકલવાની અને પ્રાપ્ત કરવાની, ફોન કોલ્સનું સંચાલન કરવાની અને ડિવાઇસ માં સ્ટોર કરવામાં આવેલ કોન્ટેક લીસ્ટ ને પણ એક્સેસ કરવાની પરવાનગીનો સમાવેશ થાય છે. વધુમાં, આ એપ્લિકેશન ડિફોલ્ટ એસ એમ એસ તરીકે કાર્ય કરવા માટેની પણ અધિકૃતતા માંગે છે, પરિણામે સમગ્ર મોબાઈલ મેસેજિંગ એટલે કે નોટિફિકેશન અને મેસેજ પર નિયંત્રણ મેળવી શકાય.

એપ્લીકેશન ઈન્સ્ટોલ થયા બાદ એપ્લીકેશનનો આઈકોન ગૂમ થાય છે

જયારે યુઝર માલવેર એપ્લિકેશન દ્વારા માંગવામાં આવેલ પરવાનગી આપી દે છે. ત્યારબાદ તે એપ્લીકેશન જાતે જ તેના આઈકનને છુપાવે છે, અને વપરાશકર્તા ને એમ જ લાગે છે કે “વાહન પરીવહન એપીકે” એપ્લિકેશન ઈન્સ્ટોલ થઈ જ નથી,પરંતુ હકીકત એ હોય છે કે એપ્લિકેશન મોબાઈલ ના બેકગ્રાઉન્ડ માં કાર્યરત હોય છે. ત્યારબાદ તે એપ્લિકેશન મોબાઈલમાંથી કોન્ટેક્ટ , ટેક્સ્ટ સંદેશાઓ ,મોબાઈલ ડિવાઇસ અને સિમકાર્ડ વિશેની સંવેદનશીલ માહિતી એકત્રિત કરવાનું શરૂ કરે છે. તેમજ યૂઝરની જાણ બહાર યૂઝર ના કોન્ટેક્ટ લીસ્ટ માં ઉપલબ્ધ લોકોને યૂઝરના નામથી જ સંદેશાઓ અને વિવિધ પ્રકારની લોભામણી લાલચો દર્શાવતા સંદેશાઓને મોકલી અન્ય યૂઝર ને ફસાવવાનો પ્રયત્ન કરી શકે છે.તેમજ ટેલિગ્રામ “એપીઆઈ” નો ઉપયોગ કરીને એકત્રિત ડેટાને ટેલિગ્રામ બોટને પણ મોકલી શકે છે.

સુરક્ષિત રહેવા માટેની ટિપ્સ

➡️ ગુગલ પ્લેસ્ટોર જેવા વિશ્વસનીય સ્ત્રોતોમાંથી જ એપ્લિકેશન ડાઉનલોડ કરવી જોઈએ,લિંક ના માધ્યમથી આવેલ એપીકે પ્રકારની ફાઈલો કે એપ્લિકેશન ને ક્યારેય મોબાઈલમાં ઈન્સ્ટોલ ન કરવી જોઈએ.

➡️કોઈપણ સરકારી ખાતું કે તેના અધિકારીઓ ક્યારેય કોઈ મેસજ મોકલીને એપીકે પ્રકારની ફાઈલો કે એપ્લિકેશન ઈન્સ્ટોલ કરવાનું કહેતા હોતા નથી.

➡️સરકારી ખાતા તરફથી આવેલ મેસેજ હંમેશા “એસ એમ એસ” ગેટ વે ના માધ્યમથી આવે છે નહીં કે કોઈ મોબાઈલ નંબર પરથી એ વાતનું ખાસ ધ્યાન રાખવું.

➡️જો શક્ય હોય તો લાયસન્સ એન્ટિવાયરસ સોફ્ટવેર નો ઉપયોગ કરવો જોઈએ.

➡️સંદેશાઓ તેમજ કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પ્રાપ્ત થયેલી કોઈપણ લિંક્સ પર ક્યારેય ક્લિક કરશો નહીં.

➡️અજાણ વ્યકિત પાસેથી આવેલ ક્યૂ આર કોડ પણ સ્કેન કરવાથી બચવું જોઈએ,કારણકે અમુકવાર ક્યૂ આર કૉડ સ્કેન કરવાથી પણ મોબાઈલના બેકગ્રાઉન્ડમાં એપ્લીકેશન ઈન્સ્ટોલ થઈ જાય છે.

➡️કોઈપણ નવી પરવાનગીઓ સ્વીકારતા અથવા/મંજૂરી આપતા પહેલા તમને એન્ડ્રોઈડ સિસ્ટમમાંથી મળેલા પોપ-અપ સંદેશાઓ હંમેશા વાંચવા જોઈએ.

➡️તમે તમારા ફોન પર કઈ એપ્લિકેશનો ડાઉનલોડ કરો છો, તેના વિશે અત્યંત સાવધ રહો,સાથે જ વખતો વખત એપ મેનેજરમાં જઈને એપ્લિકેશનની યાદી ચેક કરવી જોઈએ અને જે એપ્લિકેશન તમે ઈન્સ્ટોલ કરી નથી. જો તેવી કોઈ એપ્લિકેશન યાદીમાં દેખાય તો તે એપ્લિકેશન ત્વરિત ડીલીટ કરો.

Most Popular

To Top