આઝાદીના અમૃત મહોત્સવનું વર્ષ પૂરા થયા બાદ લોકોને માથે ઝિંકાયેલી લોક સભાની ચૂટણી અગાઉ કરતાંઅનેક રીતે અનોખી અને અપલક્ષણી પૂરવાર થાય એમ છે .આવાત છ માસ પહેલાં કોઇએ કરી હોત તો મતદારો અને ઉમેદવારો બંનેએ એને હસી કાઢી હોત.ગયા જાન્યુઆરીમા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ લોકજુવાળનુ ધાર્મિક સ્ટીમ રોલર દેશભરમાં એવું ફરી વળ્યું હતું કે એક અતિઉત્સાહી પત્રકારે તો મને ત્યાં સુધી કહી દીધું હતું કે મે માસ સુધી રાહ જોયા વગર ચૂંટણી આપી દેવી જોઇએ જેથી પ્રચંડ બહુમતિ વાળી સરકાર વિજયની વરમાળા પહેરી લે ,અને મોદીનો જય જય કાર થાય.અહીં દિવંગત મહાન સ્વરકીન્નરી લતા મંગેશકર પાછળ એક પત્રકાર પડેલો.એની વાત યાદ આવે છે.એણે કહ્યું કે તમે લગ્ન કેમ નથી કરતા.? તમારી સંગીત કરીઅરને જરાય ન નડે એવો ઉમેદવાર શોધી આપીએ તો ?જવાબમા લતાજીએ કહ્યું.કે મારામા રહેલ અહંકારની મારા ફિલ્ડમાં બધાને ખબર છે.
એટલું જ નહિ લોકોને અને મને પણ ખબર છે કે મારી સમકક્ષ કોઇ પ્રતિભા મળવી મુશ્કેલ છે.તો તમને જણાવી દઉં કે મારી અડધે આવે એવો મૂરતિયો મળે તો પણ હું શાદી માટે તૈયાર છું.હાલ વિરોધ પક્ષોમાં તો ઠીક, પણ ભાજપમાં પણ મોદીની અડધે આવે એવો નેતા પણ કોઇ નજરે ચઢે છે ? પણ મૂળવાત તરફ વળીએ તો મોવડી મંડળે જેમને ટીકીટ આપી છે. તેવા જાહેર થયેલા ઉમેદવારો બદલવા પડે એ કેવું ? બે રોકટોક ભાજપમાં આવતા ઉમેદવારોને રાતોરાત ટીકીટ ભેટ અપાય તો વર્ષોથી કામ કરતા કાર્યકરોના ગણગણાટ અને અસંતોષનું શું.?
સૌનો સાથ સૌનો વિકાસ અને ડબલ એન્જિન સરકાર , જેવાં સ્લોગન તેમજ ખરેખર ગત પાંચ વર્ષમા સરકારે કરેલા કામનો ઉજળો હિસાબ આપવાને બદલે નવાં ભાવિ વચનો અને વિરોધ પક્ષો પર પ્રહારો શા માટે ? આ વખતની ચૂંટણીમા આ કે તે પક્ષના બદલે મતદારોની નજર કોણ ઉમેદવાર છે એની પર વધારે મંડાય છે એ શું સૂચવે છે ? કોઇ મોજું કે લહેરને બદલે અનેક રહસ્યો અને અટકળો ઉપર સવાર થઇને આવેલી આ લોક સભાની ચૂંટણી મતદારોને મોજ અને ઉમેદવારોને ઉજાગરો કરાવશે એમા બે મત નથી.
સુરત – પ્રભાકર ધોળકિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.