ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત પર છવાયેલી હવાના દબાણની સિસ્ટમ ખસી જતાં હવે આકાશ સ્વચ્છ થઈ ગયું છે, જેને પગલે ગરમી વધી જવા પામી છે. ખાસ કરીને રાજ્યમાં આજે વડોદરામાં (Vadodra) ગરમીનો અચાનક 42 ડિગ્રીએ પહોચી ગયો હતો. વડોદરામાં ગરમીમાં ત્રણ ડિગ્રી વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં રાત્રે ગરમી વધી જવા પામી હતી.
- ઉષ્ણલહેરનો કહેર, વડોદરામાં 42 ડિગ્રી, ગુજરાતીઓ ગરમીથી ત્રાહિમામ
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓસરતાં સ્વચ્છ આકાશ વચ્ચે કાળઝાળ ગરમી શરૂ, મોટાભાગના શહેરોમાં પારો 40 ડિગ્રીની આસપાસ
હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ, રાજ્યમાં આગામી 72 કલાકમાં ગરમીના પ્રમાણમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી, તે પછી રાજ્યમાં ગરમીમાં 2થી3 ડિગ્રી જેટલો ઘટાડો થવાની સંભાવના છે. અલબત્ત, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથમાં આગામી 48 કલાક માટે હિટ વેવની ચેતવણી હવામાન વિભાગ દ્વારા ઈશ્યુ કરાઈ છે. જ્યારે સૌરાષ્ટ્ર – કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ તથા ભેજવાળી હવાના કારણે વાતાવરણ બેચેનીભર્યું અનુભવાશે.
અમદાવાદના એરપોર્ટ કેમ્પસમાં કાર્યરત હવામાન વિભાગના સત્તાવાર સૂત્રો મુજબ આજે અમદાવાદમાં 40 ડિ.સે., ડીસામાં 38 ડિ.સે., ગાંધીનગરમાં 39 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 40 ડિ.સે., વડોદરામાં 42 ડિ.સે., સુરતમાં 40 ડિ.સે., વલસાડમાં 34 ડિ.સે., ભૂજમાં 38 ડિ.સે., નલિયામાં 36 (3 ડિગ્રીનો વધારો ) ડિ.સે., કંડલા પોર્ટ પર 33 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 37 ડિ.સે., અમરેલીમાં 41 ડિ.સે., ભાવનગરમાં 40 ડિ.સે., રાજકોટમાં 41 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 41 ડિ.સે., મહુવામાં 41 અને કેશોદમાં 41 ડિ.સે. મહત્તમ તાપમાન નોંધાયું હતું.