પારડી: (Pardi) પારડી રેંટલાવ હાઈવે (Highway) પર એસટી બસને પાછળથી ટ્રેલર ચાલકે ધડાકાભેર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. બસના પાછળના ભાગે ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માત થતા હાઇવે પર ટ્રાફિક સર્જાયો હતો. ઘટનામાં કોઈના ઘાયલ થયાના સમાચાર નથી.
- એસટી બસને ટ્રેલરે ટક્કર મારતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
- પાટણથી વાપી જતી એસટી બસને પારડી હાઈવે પર અકસ્માત નડ્યો
પારડીના રેંટલાવ નેશનલ હાઇવે નંબર 48 પર વલસાડથી વાપી તરફ જતા ટ્રેક ઉપર એસટી બસ પાટણના ચાણસ્માથી મુસાફરો ભરી વાપી તરફ આવી રહી હતી. તે દરમિયાન રેંટલાવ હાઈવે પર પાછળથી પૂરઝડપે આવતા ટ્રેલરના ચાલકે મુસાફર ભરેલી બસને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. બસના પાછળના ભાગે ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માત થતા હાઇવે પર ટ્રાફિક સર્જાયો હતો. સમગ્ર ઘટના અંગે પારડી પોલીસ મથકે બસ ચાલક જશુ ગઢવી (રહે. પાટણ)એ ટ્રેલર ચાલક ભાખરનાથ રઘુનાથ બિશ્નોઇ (રહે.રાજસ્થાન) વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.