World

ગાઝામાં બોમ્બ ફેંકવા માટે ઈઝરાયેલી સેનાએ લીધી AIની મદદ, જવાનોને અપાઇ આ ખાસ તાલિમ

નવી દિલ્હી: છેલ્લા કેટલાક મહિનામાં AIએ દરેક ક્ષેત્રમાં પોતાનું સ્થાન બનાવ્યું છે, પછી તે શિક્ષણ હોય કે મેડિકલ, દરેક વસ્તુમાં AIની ઝલક જોવા મળે છે. પરંતુ હવે સેનામાં પણ AIનો ઉપયોગ શરૂ થયો છે. જેનો તાજેતરના એક મીડિયા અહેવાલમાં ખુલાસો થયો હતો.

મીડિયા રીપોર્ટ્સ મુજબ ઇઝરાયેલી સેના ગાઝામાં લક્ષ્યાંકિત હુમલાઓ માટે ઘણી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમનો ઉપયોગ કરી રહી છે. ઇઝરાયેલી સૈન્ય લેવેન્ડર અને ધ ગોસ્પેલ નામના AI નો ઉપયોગ કરી રહી છે. ચાલો જાણીએ કે AI સેના માટે કેવી રીતે મદદગાર સાબિત થશે.

ઈઝરાયેલની સેના એઆઈનો ઉપયોગ કરી રહી છે
સ્થાનિક સામયિકો અને કૉલ્સથી જાણવા મળ્યું છે કે સૈન્યએ એકવાર લેવેન્ડર નામના એઆઈ પ્રોગ્રામનો ઉપયોગ કરીને 37,000 હમાસ લક્ષ્યોને ઓળખ્યા હતા. લવંડર AI નો ઉપયોગ હમાસ અને પેલેસ્ટિનિયન ઇસ્લામિક જેહાદ (PIJ) ના સભ્યોને બોમ્બ લક્ષ્યો તરીકે ઓળખવા માટે કરવામાં આવ્યો હતો.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, AI સિસ્ટમને તૈનાત કરવા પાછળનો વિચાર લક્ષ્યોને ઓળખવામાં માનવ સંડોવણીને કારણે થતા વિલંબને દૂર કરવાનો છે. તેમણે કહ્યું કે મશીને આ લક્ષ્યોને સરસ રીતે શોધ્યા અને આ કાર્યને સરળ બનાવ્યું. અન્ય ઇન્ટેલિજન્સ ઓફિસર કે જેમણે લેવેન્ડરનો ઉપયોગ કર્યો હતો તેમણે કહ્યું કે આ ટૂલથી ઘણો સમય બચ્યો છે.

બે AI સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે
લવંડરની સાથે ઇઝરાયેલ ગોસ્પેલ નામની અન્ય AI-સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે વ્યક્તિઓને બદલે ઇમારતો અને માળખાને લક્ષ્ય બનાવવામાં આવ્યુ છે. જો કે હાલમાં લવંડર અથવા ધ ગોસ્પેલના અલ્ગોરિધમ્સને તાલીમ આપવા માટે ઉપયોગમાં લેવાતા ચોક્કસ ડેટા વિશે કોઈ માહિતી મળી નથી.

પરંતુ અહેવાલો અનુસાર, લવંડર 90 ટકા ચોકસાઈ સાથે કામ કરે છે. તેમજ લવંડર સોફ્ટવેર મોટા ભાગના ગાઝા પટ્ટીના 2.3 મિલિયન રહેવાસીઓ પાસેથી સામૂહિક રીતે એકત્રિત કરેલી માહિતીને જુએ છે.

અહેવાલ એ પણ દર્શાવે છે કે સંભવિત લક્ષ્યોની પ્રોફાઇલ્સનો ઉપયોગ કરીને લેવેન્ડરને તાલીમ આપવાથી કેટલીક વાર જ્યારે સિસ્ટમ લાગુ કરવામાં આવે ત્યારે નાગરિકોને આકસ્મિક રીતે લક્ષ્ય બનાવવામાં આવે છે. આ એટલા માટે છે કારણ કે લવંડર માનવ નિયંત્રણ વિના આપમેળે કાર્ય કરે છે.

Most Popular

To Top