ફતેગંજ પાસે સર્જાયેલા ભંગાણના સમારકામનું આખરે મુહૂર્ત નીકળ્યું  – Gujaratmitra Daily Newspaper

Vadodara

ફતેગંજ પાસે સર્જાયેલા ભંગાણના સમારકામનું આખરે મુહૂર્ત નીકળ્યું 

  • ફાજલપુર મુખ્યલાઇનમાં છેલ્લા ચાર દિવસથી ભંગાણ હતું 
  • લાખો લીટર પાણી રોડ ઉપર વહી ગયું, અને તંત્ર જાગ્યું 

ફતેગંજ બ્રિજ પાસે છેલ્લા ચાર દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ હતું જો કે મંગળવારે આખરે તેના સમારકામનું મુહૂર્ત નીકળ્યું હતું અને પાલિકા તંત્રે તેના સમારકામની કામગીરી હાથ ધરી છે. 

ફતેગંજ પોસ્ટ ઓફિસની સામે ફાજલપુરની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. છેલ્લા ચાર દિવસથી આ ભંગાણ પડ્યું હતું જેના કારણે સવાર અને સાંજના સમયે હજારો લીટર પાણી રોડ ઉપર વહી જતું હતું. એક તરફ શહેરમાં લોકોને પૂરતું પાણી નથી મળી રહ્યું તો બીજી તરફ ચાર દિવસથી આ ભંગાણના કારણે લાખો લીટર પાણી વેડફાયું હતું. જો કે પાલિકાએ મોડે મોડે મંગળવારથી આ ભંગાણની મરામતની કામગીરી શરુ કરાવી છે. સંભવતઃ એક દિવસમાં આ કામગીરી પૂર્ણ થઇ જશે અને તેના કારણે ઉત્તરઝોનના લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે. 

Most Popular

To Top