ડાકોર ટેમ્પલ કમિટી ના કર્મચારી દ્વારા મામલો થાળે પાડવામાં આવ્યો
ડાકોર: યાત્રાધામ ડાકોરમાં સોમવારે સવારના સમયે મંગળા આરતીના અરસામાં ભકતો વચ્ચે છૂટા હાથની મારામારીની ઘટના બની હતી. જ્યારે આ ઘટના બની ત્યારે મંદિર પરિસરમાં લેડિઝની બુમાબુમ ઉઠી હતી અને બચાવો બચાવોની બુમો પાડી હતી. જેથી દર્શન માટે આવેલા લોકો અને મંદિરના કર્મચારીઓ ધસી આવ્યા હતા અને મામલો થાળે પાડવામાં આવ્યો હતો
આજરોજ બહારગામથી આવેલા ભકતો ફેમીલી સાથે મંગળા કરવા આવ્યા હતા ત્યારે સામાન્ય બાબતે બોલાચાલી થતા મારામારી ઉપર ઉતરી ગયા હતા. મંદિરના કર્મચારીઓએ વચ્ચે પડી લોકોને છૂટા પાડયા હતાં
આ બાબતે ગીરસોમનાથનાં ઉનાથી આવેલા યોગેશ મકવાણા દ્વારા ડાકોર પોલીસ સ્ટેશનમા એક અરજી આપવામાં આવી છે અજાણ્યા લોકો દ્વારા અમારી ઉપર હુમલો થયો હતો.