શહેરના ગોરવા વિસ્તારની જેસલતોરલ સોસાયટી, ભાગ્યોદય સોસાયટીઓ સાથે અન્ય સોસાયટી તેમજ કરોળિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિના 11વાગ્યા બાદ તિવ્ર ગેસની વાસ ફેલાતાં સ્થાનિકોમાં ભય પ્રસર્યો છે સ્થાનિકોને નાના બાળકો તથા વૃધ્ધ અને બિમાર લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાના આક્ષેપો સાથે સ્થાનિક નિલેશ ગોસ્વામી, કિરણસિંહ ગોહિલ સહિતનાઓએ વોર્ડ નં.9નામ્યુનિ. કાઉન્સિલર રાજેશ પ્રજાપતિને તપાસ કરાવવા તથા જરૂરી કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કેટલીક કેમિકલ કંપનીઓ દ્વારા રાત્રિ દરમિયાન ઝેરી વાયુ છોડવામાં આવતો હોય છે પરંતુ રાત્રિ દરમિયાન હવામાં ભેજના પ્રમાણને કારણે આવો ગેસ નીચે જ વાતાવરણમાં પ્રસરી જતાં લોકોને શ્વાસોશ્વાસમાં તકલીફ પડે છે ક્યારેક આંખોમાં બળતરા પણ થતી હોય છે. ત્યારે આ વિસ્તારમાં છેલ્લા એક વર્ષમાં કોઇ કોઇ રાત્રે આ રીતે તિવ્ર ગેસથી લોકોને હાલાકી પડે છે અગાઉ પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હોવા છતાં જીપીસીબી તથા સ્થાનિક પાલિકા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી પરિણામે છેલ્લા કેટલાક દિવસથી અહીં રાત્રે લોકો શાંતિથી શ્વાસ લ ઇ શકતા નથી.
શહેરના ગોરવા તથા કરોળિયા વિસ્તારમાં રાત્રિ દરમિયાન કેમિકલ ની તિવ્ર વાસથી આસપાસના લોકોને તકલીફ વોઠવાનો વારો આવતા સ્થાનિકોએ મ્યુનિ. કાઉન્સિલરને મળી કરી રજૂઆત
By
Posted on