રંજનબેન ભટ્ટનાં કરીબી મનાતા સાવલીના ધારાસભ્યે લોકસભા ચૂંટણી પહેલા કેમ ધડાકો કર્યો?
જોકે જયાં સુધી તેઓ અધ્યક્ષ શંકર ચૌધરી ને રાજીનામુ રુબરુ ના સોંપે ત્યાં સુધીધારાસભ્ય પદે થી તેઓનું રાજીનામું નહી ગણાય
રાજીનામું અધ્યક્ષ ને રુબરુ
સોંપવાની પ્રક્રિયા કેતન ઇનામદારે પૂર્ણ નથી કરી
અધ્યક્ષનો સમય પણ નથી લીધો
વડોદરા ભાજપમાં બધું સમુસુતરું ચાલતું નથી, તેની કાનાફૂસી હવે ખુલીને છાપે ચડીને પોકારવા માંડી છે. ભાજપ સંગઠન અને ચૂંટાયેલા ધારાસભ્યો સહિતના પ્રતિનિધિઓ વચ્ચેનો આંતરવિગ્રહ લોકસભા ચૂંટણી પહેલાં વિકરાળ સ્વરુપે બહાર આવ્યો છે. ભાજપની આ યાદવાસ્થળીને ડામવા રાષ્ટ્રીય સ્તરની નેતાગીરીએ મેદાનમાં ઉતરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
રંજનબેન ભટ્ટને સતત ત્રીજી વખત લોકસભા લડવા નહિ મળે તેવી હવા બનાવાઈ હતી. સંગઠનના દિગ્ગજો સહિતના લોકોએ ચૂંટણી લડવાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી, પરંતુ ફરીવાર પાર્ટીએ બેન પર જ પસંદગી ઉતરતા બહારથી પક્ષના અનુશાસનની વાત કરતાં નેતાઓની નારાજગીની તેમની બોડી લેન્ગવેજ જ ચાડી ખાય છે. સીધી રીતે પક્ષ સામે લડી નહિ શકતા અસંટુષ્ટોએ મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને માજી મેયર ડૉ. જ્યોતિ પંડ્યાને આગળ કર્યાં. ત્યારબાદ મહેન્દ્રસિંહ રાઠોડ બેન સામે બાયો ચડાવી. આખી ગેમ રંજનબેનની વિરૂધ્ધ થાય તેવો ખેલ રચાયો હતો, ત્યાં કેતન ઈનામદારે આખી વાતમાં પંકચર પાડી દીધું છે.
રંજનબેનનાં કરીબી ગણાતા કેતનનું નામ પણ લોકસભાના સંભવિતોમાં હતું. આ વખતે પણ કેતને સ્પષ્ટ કર્યું છે કે તેમનો વિરોધ બેન સામે નથી. તો સામી ચૂંટણીએ પક્ષને નુકસાન કરે એવો વિરોધ કોની સામે છે? બેનના જૂથે વિરોધીઓ સામે સરસાઇ મેળવવા તો આ સ્ટંટ નથી કર્યો ને. સવાલો અનેક છે. જવાબો ભવિષ્યમાં મળશે.