વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સાબરમતી આશ્રમના 1200 કરોડના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ’ આશ્રમ ભૂમિ વંદના’ પ્રોજેકટનો શુભારંભ કરાવ્યો હતો.તે પ્રસંગે વડા પ્રધાને કહ્યું કે, જે રાષ્ટ્ર પોતાની ધરોહરને સાચવવામાં સક્ષમ નથી તે પોતાનું ભવિષ્ય પણ ગુમાવે છે. સુરતની ધરોહર શેરી સંસ્કૃતિને સાચવવા સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતમાં કલ્ચરલ હબ બનાવવા બજેટમાં જાહેરાત કરી હતી તે આવકારદાયક છે. વિકાસની સાથે મૂળ સંસ્કૃતિ સાચવવાની એક યોજના બનાવવામાં આવે. હાલમાં સુરત કોટ વિસ્તારમાં આડેધડ બાંધકામો થઈ રહ્યાં છે જેની ઉપર નિયંત્રણ જરૂરી છે. દરેક એપાર્ટમેન્ટમાં પાર્કિંગ ફરજીયાત કરવામાં આવે અને ત્યાં દુકાન બનાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવે.
શેરી મહોલ્લામાં દુકાન બનાવવામાં આવે છે પરિણામે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા ઊભી થાય છે. શેરી મહોલ્લાને રહેણાંક વિસ્તાર જાહેર કરવામાં આવે. સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં નિર્ધારિત માળની મંજૂરી આપવામાં આવે અને તેનું કડક પાલન કરવામાં આવે. કોટ વિસ્તારમાં રસ્તાની હાલત ખરાબ હોવાથી દરેક શેરી મહોલ્લામાં સીસી રોડ બનાવવામાં આવે. કોટ વિસ્તારમાં ઝીરો દબાણ હેઠળ દરેક મુખ્ય રસ્તાઓ આવરી લેવામાં આવે ત્યાં અતિક્રમણ દૂર કરવામાં આવે. વૃક્ષ મોટું થાય ત્યારે તેના મૂળનું જતન કરવામાં નહિ આવે તો વૃક્ષના અસ્તિત્વ પર જોખમ ઊભું થાય છે.
સુરત – કિરીટ મેઘાવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
રાજનીતિક રમૂજ
જે મુજબ રાજનીતિ ચાલી રહી છે તેના આધારે જો ફિલ્મી ગીતોનો પ્રાસ ગોઠવવામાં આવે તો,એક પક્ષના અધ્યક્ષ બીજા પક્ષના નેતા માટે,”ચલ મેરે ભાઈ તેરે હાથ જોડતા હું,હાથ જોડતા હું તેરે પાંવ પડતા હું,ચલ મેરે ભાઈ”. પક્ષ પલટો કરનાર નેતા,”તુમ ને પુકારા ઓર હમ ચલે આંયે, જાન હથેલી પર લે આયેં રે”, પ્રથમ પક્ષના કાર્યકર્તા,”હમસે કા ભૂલ હુઈ જો યે સજા હમકા મિલી,અબ તો ચારો તરફ બંદ હે દુનિયા કી ગલી”.પક્ષ પલટો કરનાર નેતા ના પક્ષના મોવડી મંડળ,”તુને દિલ મેરા તોડા કહીં કા ના છોડા,સનમ બેવફા સનમ બેવફા”.એક પક્ષના નેતા બીજા પક્ષના નેતા માટે,”હમ સાથ સાથ હૈ, જન્મો કે સાથી”, “યે દોસ્તી હમ નહીં તોડેંગે”, એક પક્ષના કાર્યકર્તા બીજા પક્ષના કાર્યકર્તા ને,” મેં તેરા દુશ્મન, દુશ્મન તું મેરા,મે નાગિન તું સપેરા”. પ્રજા “યે જો પબ્લિક હે યે સબ જાનતી હૈ પબ્લિક હે”. હશો,ખુશ રહો મસ્ત રહો.
સુરત – કિશોર પટેલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.