નદી વહેતી રહે છે દરિયાને મળે છે તેમ ટી. વી. સિરીયલ કે વેબ સિરીઝમાં કામ કરતા રહો તો ફિલ્મો સુધી જઈ શકાય છે. ફિલ્મોવાળાની નજર હમેશા ટી.વી. સ્ક્રિન પર રહે છે અને મોકો મળતા કોઈ એકને તક આપે છે. એનિમલ ફિલ્મમાં વરુણ પ્રતાપ મલ્હોત્રાની બુમિકા પછી ઘણાની નજરમાં આવેલા સિધ્ધાંત કર્ણિકનું પણ આમ જ માનવું છે. એનિમલના જીજાજી હવે નવી ફિલ્મો સાથે તૈયાર છે. આ ફિલ્મો માટે દિગદર્શક સંદિપ રેડ્ડી વાંગાનો તેની પર સીધો જ ફોન આવેલો કે આવીને મળો. સિધ્ધાંત ગયો અને પુરા બે ક્લાક વાંગા સાથે વિતાવ્યા. જો કે તે કોઇ હીરો ન હતો કે જેના આખી પટક્થા સંભળાવવામાં આવે તેને ફક્ત એટલું જ કહેવાયુ કે તેનુ પાત્ર કયુ છે. વાંગાએ ઓડીશન પણ ન લીધુ તેને બસ એવા અભિનેતાની શોધ હતી જે રણબીરને ટક્કર આપી શકે જો કે તેણે એવા બનેવીની ભૂમિકા ભજવી. જે અત્યાર સુધીની બનેવી વિશેની ધારણાથી સાવ જુદો હતો અને િવરુધ્ધનો હતો.
સિધ્ધાંત ઘણા વર્ષોથી અભિનય ક્ષેત્રે છે. થપ્પડ જેવી ફિલ્મમાં તે રાઘવ સબરવાલ હતો અને આદિપુરુષમાં વિભીષણની ભુમિકા કરી હતી. પરંતુ દરેક અભિનેતાએ એવી ફીલ્મ અને એવા પાત્રની રાહ જોવી પડે છે. જે તેને બધાની નજરમાં વસાવે તેને હ્યુમન મોડર્ન લવ મુંબઈ અને મેડ ઈન હેવનમાં ટકકરના પાત્રો ભજવવા મળ્યા.
ટી.વી. સિરીયલોમા તો તે 2004થી કામ કરે છે. પણ ફિલ્મોમાં નાની ભુમિકાએ તેને મોટો કર્યો છે. આદિત્ય ચોપરાએ તેને લફંગે પરિંદેમાં ટી.વી. શો એન્કરની ભુમિકા આપેલી તો લિસન અમાયામાં ફારુક શેખ, દિપ્તી નવલ વગેરે સાથે કામ કરવા મળેલું ટી.વી. પરથી ફિલ્મોમાં આવવા માટે તેને જાણી સમજીને ટીવીને છોડેલુ તેને વિચારેલુ કે જો ટી.વી. પર કામ કરતો રહીશ તો કયારેય ફિલ્મો નહી મળશે. ખાલી સમયમાં તેને ‘સ્કુબી ડુ’ અને ‘છોટા ભીમ’ વગેરે કાર્ટુન માટે પોતાનો અવાજ પણ આપ્યો તે કહે છે કે અમુક દિશામાં જવા માટે સ્ટ્રગલ તો કરવી પડે આજે આ પરિણામે જ ફિલ્મો મળી રહી છે. ‘થપ્પડ’ અને ‘એનિમલ’ ફિલ્મ પછી નિર્માતાઓ તેને કોલ કરે છે.
સિધ્ધાંત ચારેક વર્ષ માટે મેઘા ગુપ્તાનો પતિ હતો પણ હવે છુટાછેડા લઈને મુક્ત ફરે છે. અંગત જિંદગી અને પરદા પરની જિંદગીમાં ફરક છે, તેવુ તે સમજે છે. •
ટીવી હોય કે ફિલ્મોકામ કરવું તો ‘સિધ્ધાંત’સાથે જ…
By
Posted on