ડીસીપી સહિતના પોલીસ કાફલાએ કોમ્બિંગ હાથ ધર્યું
આજવા રોડના એકતાનગરમાં લાઉડ સ્પીકર પર ચાલતી હનુમાન ચાલીસ બંધ કરાવવા મુદ્દે હિન્દુ મુસ્લિમ લોકો ટોળા વચ્ચે કોમી છમકલું થયું હતું. જેમાં પોલીસે 25 લોકોના ટોળા સામે ગુનો દાખલ કર્યો હતો. જેમાં પથ્થરમારો કરનાર 6 આરોપીની અટકાયત કરી લીધી છે. ગુરુવારે રાત્રીની ડીસીપી ઝોન-4 અને ડીસીપી ક્રાઇમ સહિતના ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે કોમ્બિંગ હાથ ધર્યું હતું. જેમાં 8 હિસ્ટ્રીશિટર, એમસીઆર 37 લોકોને ચેક કર્યા હતા અને જીપી એક્ટનો એક ગુનો શોધી કાઢી કાર્યવાહી હાથ ધરી હતી.
શહેરના આજવા રોડ પર આવેલા એકતાનગરમાં 13 માર્ચના રોજ રાત્રીના સમયે લાઉડસ્પીકર ચાલતી હનુમાન ચાલીશા બંધ કરાવવા મુદ્દે હિન્દુ અને મુસ્લિમ લોકો વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલી ક્ષણવારમાં ઉગ્ર સ્વરૂપ ધારણ લેતા કોમી છકમલુ સર્જાયુ હતુ. જેમા બે કોમના ટોળા દ્વારા એકબીજા પર સામસામે ભારે પથ્થરમારો કર્યો હતો. ઝપાઝપી તથા પથ્થરામાં ત્રણ લોકોને ઇજાઓ પહોંચતા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બાપોદ પોલીસે 25 લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો અને ચાર લોકોની અટકાયત કરી હતી. ત્યારે ગુરુવારના રોજ આરોપી પકડવા માટે એકતાનગર વિસ્તારમાં ડીસીપી ઝોન -4, ડીસીપી ક્રાઇમ સહિત અધિકારીઓ સાથે રાખીને જનરલ કોમ્બિંગ હાથ ધરાયું હતું અને વધુ બે પથ્થરબાજોને ઝડપી પાડ્યા હતા. આમ કોમી છકલામાં સંડોવાયેલા 6 આરોપીની અટકાયત કરી લીધી છે. જ્યારે અન્ય આરોપીની શોધખોળ કરાઇ રહી છે. કોમ્બિંગ દરમિયાન પોલીસે હિસ્ટ્રીશિટર 8, એમસીઆર 37ને ચેક કર્યા તથા જીપી એક્ટનો એક શોધી કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી છે.