Business

ખાંભાતના વત્રા ગામમાં બોગસ ડોક્ટર પકડાયો


વેસ્ટ બંગાળના યુવકે કોઇ પણ ડિગ્રી વગર જ ગ્રામજનોની સારવાર શરૂ કરી દીધી
ખંભાત તાલુકાના વત્રા ગામમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ અને આરોગ્ય વિભાગે સંયુક્ત રીતે દરોડો પાડી ડિગ્રી વગરના ડોક્ટરને પકડી પાડ્યો હતો. આ શખ્સ વેસ્ટ બંગાળનો હોવાનું ખુલ્યું હતું. આ અંગે પોલીસે તેની સામે ગુનો નોંધ્યો હતો.
ખંભાતના કલમસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો. દીપ મકાણીને એસઓજીની ટીમે જાણ કરી હતી કે, વત્રા ગામમાં પ્રવેશવાના ગેટ નજીક બજારમાં અભિજીત રોય નામનો શખ્સ વગર ડિગ્રીએ દવાખાનુ ચલાવે છે. આ બોગસ ડોક્ટર હોવાની હકિકત આધારે આરોગ્યની ટીમ અને એસઓજીની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં કોઇ પણ જાતનું બોર્ડ લગાવેલું નહતું. અંદર તપાસ કરતાં શખ્સ મળી આવ્યો હતો. જે અભિજીત જગદીશ રોય (રહે. કંસારી, મુળ રહે. વેસ્ટ બંગાળ) હોવાનું જણાવ્યું હતું. તેની પાસે ડોક્ટર હોવાના અંગેના કોઇ સર્ટી કે પ્રમાણપત્રો મળી આવ્યાં નહતાં. આ ઉપરાંત હોસ્પિટલમાંથી સ્ટેથોસ્કોપ, બીપી માપવાનું મશીન, દવા કિંમત રૂ.11,297નો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે ડો. દીપ મકાણીની ફરિયાદ આધારે ખંભાત ગ્રામ્ય પોલીસે અભિજીત જગદીશ રોય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top