SURAT

‘સ્કૂલ બેગ પર ફોટો કેમ..?’ સુરત ન.પ્રા.શિ.સમિતિની સામાન્ય સભામાં વિપક્ષનો સવાલ

સુરત(Surat): આજે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા (General Meeting) સ્કૂલ બેગ (School Bag), યુનિફોર્મ (Uniform), ઓપરેટરોના પગાર સહિતના મુદ્દે ગાજી હતી. વિપક્ષના નેતા રાકેશ હીરપરાએ સ્કૂલ બેગ પર સરસ્વતી માતાનો ફોટો કેમ નથી પ્રિન્ટ કરાયો તેવો સવાલ ઉઠાવ્યો હતો. સ્કૂલ બેગનું ટેન્ડર વેફર બનાવતી કંપનીને આપવા મામલે પણ વિરોધ કરાયો હતો. આ સાથે હીરપરાએ સવાલ કર્યો હતો કે, યુનિફોર્મ અને સ્કૂલ બેગ સત્રના પ્રારંભમાં કેમ આપવામાં આવતા નથી? આ સાથે રજૂઆત કરી હતી કે, એવી સિસ્ટમ બનાવો જેથી સત્ર શરૂ થાય ત્યારે વિદ્યાર્થીઓને બેગ, યુનિફોર્મ વિગેરે વસ્તુઓ મળી જાય.

આજની 12 માર્ચ, 2024ની શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વિપક્ષ નેતા રાકેશ હિરપરાએ નીચે મુજબની રજુઆત કરી વિરોધ નોંધાવ્યો હતો.

  • સ્કૂલ બેગ ઉપર માં સરસ્વતીનો ફોટો કેમ નથી ? ફોટો મુકવામાં આવે.
  • વર્ષના અંતે સ્કૂલ બેગ આપવાની હોય કે વર્ષની શરૂઆતમાં ?
  • 9 જુન, 2023ની સામાન્ય સભામાં જયારે આ બાબતે વિરોધ કરવામાં આવેલો ત્યારે શાસક પક્ષના એક સભ્યએ કહેલું કે ‘હેક્ઝાકોર્પને ડીસ્ક્વોલીફાય કરવામાં આવેલ છે કારણ કે એના ડોક્યુમેન્ટ બરાબર હતાં નહી’ તો એ વખતના માત્ર 31 લાખના કામ માટે જે કંપની ડીસ્ક્વોલીફાય હતી એ 5 કરોડ 95 લાખના કામ માટે ક્વોલીફાય કેવી રીતે થઇ ગઈ ?
  • આ હેક્ઝાકોર્પ નામની કંપનીની ઓનલાઈન પ્રોફાઈલ ચેક કરતાં આ કંપની લાડુ, વેફર, ચીક્કી, વગેરે જેવા ખાદ્યપદાર્થો વેંચતી હોવાનું જણાઈ આવે છે.
  • યુનિફોર્મ અને બુટ-મોજાની ખરીદીમાં દર વખતની જેમ આ વખતે પણ મોડું કરવામાં આવે છે.
  • ગુરુજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપનીએ શાળા સફાઈ માટેનો હાઉસકિપીંગ કોન્ટ્રાકટ લઈને બરાબર કામ નહોતું કર્યું અને અંતે એનો વર્ક ઓર્ડર કેન્સલ કરવાની ફરજ પડી હતી. તો પાછી આની આ જ કંપની ફરી વખત મેદાન સફાઈનું કામ શા માટે આપવામાં આવે છે ?
  • નિયમ પ્રમાણે કોમ્પ્યુટર ઓપરેટરોનો મંજુર થયેલ પગાર 19,300 રૂપિયા છે પણ એક પણ ઓપરેટરના ખાતામાં મહત્તમમાં મહત્તમ 12,000 રૂપિયાથી વધારે આવતા નથી.
  • અત્યાર સુધીની લગભગ તમામ સામાન્ય સભાઓમાં તમામ સાથી શિક્ષકો તેમજ તમામ કોમ્પ્યુટર ઓપરેટરોની સેલેરી સ્લીપની નકલો માંગવામાં આવેલ છે પણ હજુ સુધી ઉપલબ્ધ કરાવવામાં આવેલ નથી. The Bombay Primary Education Rules, 1949 અનુસાર સામાન્ય સભામાં પૂછવામાં આવેલા તમામે તમામ પ્રશ્નોના જવાબો તેમજ માહિતી આપવી ફરજીયાત છે.

Most Popular

To Top