Vadodara

ફ્લીપકાર્ટ પરથી ઓનલાઇન મોબાઇલ મંગાવતા તેમાંથી સાબુ નીકળ્યો

વડોદરા ગ્રાહક સુરક્ષા ફોરમે દંડ ૩૬ હજાર ઉપરાંતનો દંડ ફટકાર્યો

ફ્લીપકાર્ટ પરથી ઓનલાઇન મોબાઇલ મંગાવતા તેમાંથી સાબુ નીકળતા ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફ્લીપકાર્ટ , સેમસંગ મોબાઈલ કંપની અને સાને રિટેઇલ્સ પ્રા.લિ. વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો જેમાં કોર્ટે ફ્લીપકાર્ટ અને સાને રિટેઇલ્સ પ્રા.લિ.ને દંડ ફટકાર્યો હતો.

વિરલ ભાનુશાલી નામની વ્યક્તિ એ ફ્લિપ કાર્ટ ઉપર થી ઓનલાઈન સેમસંગ નો મોબાઇલ ઓર્ડર કર્યો હતો. જેની ડિલિવરી તેઓને ડિલિવરી બોય કરી જતા તેઓએ ડિલિવરી બોક્સ ખોલ્યું હતું અને તેઓ ને મોબાઈલ ના બદલે સાબુ ડિલિવર થયો હતો .

આ અંગે  તેઓ દ્વારા વકીલ હાર્દિક એ શાહ દ્વારા વડોદરા ની ગ્રાહક ફોરમ માં ફરિયાદ કરતા ગ્રાહક ફોરમ દ્વારા  અરજદારને રૂ. ૩૬,૯૯૦/- (અંકે રૂપિયા છત્રીસ હજાર નવસો નેવું પુરા) અરજી કર્યાની તારીખથી ૭ % ના સાદા વ્યાજ સાથે હુકમની તારીખથી બે માસમાં ચૂકવી આપવા અને જો સામાવાળા અરજદારને ઉપરોકત રકમ વ્યાજ સાથે ચૂકવવામાં નિષ્ફળ જાય તો અરજદાર સામાવાળા પાસેથી સામાવાળા રકમની પુરેપુરી ચૂકવણી કરે ત્યાં સુધી ઉપરોકત ઠરાવેલ વ્યાજ સાથે વસુલ મેળવવા હકકદાર રહેશે તથા સામાવાળા તેમજ  અરજદારને માનસીક ત્રાસના તેમજ કાનૂની ખર્ચના રૂ ૨,૦૦૦/- ચૂકવી આપવા હુકમ કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top