Vadodara

વડોદરામાં મહિલા કંડકટરની સમય સૂચકતાના કારણે ડ્રાઇવરને તાત્કાલિક સારવાર મળી



ડભોઇ થી લુણાવાડા તરફ જતી બસના ડ્રાઇવરને અચાનક ઠંડી અને તાવ આવી જતા તેઓએ તેમની તબિયત વિશે જાણ કરી હતી જેથી કંડક્ટરે સમય સૂચકતા વાપરીને વડોદરા સેન્ટ્રલ ડેપો પર બસ ઉભી રખાવી હતી અને બનાવો અંગે એસટીના કંટ્રોલરૂમમાં જાણ કરી હતી અને ડ્રાઇવરને તાત્કાલિક સારવાર હેઠળ સયાજી હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા હતા આમ કંડકટરની સમયસુચકતા ના કારણે મુસાફરો તેમજ ડ્રાઇવર બંને સુરક્ષિત જોવા મળ્યા હતા.

બપોરે ડભોઇ થી લુણાવાડા તરફ જતી એસટીની બસના ડ્રાઇવર ને અચાનક રસ્તામાં તાવ, ચક્કર અને અચાનક ધ્રુજારી સાથે ઠંડી લાગતા તેઓની તબિયત અચાનક લથડી હતી પરંતુ વડોદરા બસ ડેપો નજીક હોવાથી તાત્કાલિક કંડક્ટરે તેમને એસટી ડેપોમાં બસ લઈ જવા માટે જણાવ્યું હતું અને આ બાબતે મુસાફરોને પણ તેઓએ જણાવ્યું હતું કે ડ્રાઇવરની અચાનક તબિયત બગડી છે જેથી મુસાફરો એ પણ ડ્રાઇવરને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કંડકટર ની વાત સાથે સહમત થઈને મદદરૂપ બન્યા હતા કંડક્ટરે પણ સમય સૂચકતા વાપરીને આ બનાવ અંગે વડોદરા એસટી ના કંટ્રોલ રૂમ પર બનાવવા અંગે જાણ કરી હતી અને તાત્કાલિક બીજા ડ્રાઇવરને ટ્રીપ સોંપવા માટેનું જણાવ્યું હતું અને પોતે જ ડ્રાઇવરને તાત્કાલિક સારવાર હેઠળ એમ્બ્યુલન્સમાં બેસાડીને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા. કંડકટર સુરેખાબેનની કામગીરીને તમામે બિરદાવી હતી

Most Popular

To Top