Business

સોનાની કિંમત અચાનક કેમ વધવા લાગી? શું 70,000 સુધી પહોંચશે?

નવી દિલ્હી: ભારતીય બુલિયન માર્કેટમાં (Indian Bullion Market) આજે 07 માર્ચ, 2024ના રોજ સોના અને ચાંદી બંનેની કિંમત વધી છે. સોનાની કિંમત (Gold Price) 66 હજારને પાર પહોંચી ગઈ છે. બીજી તરફ ચાંદીની (Silver) કિંમત 72 હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. સોનાના ભાવ સતત વધી રહ્યાં હોય સોનું ચાલુ વર્ષમાં 70 હજારની ઓલટાઈમ હાઈ સપાટીને સ્પર્શે કરે તેવી આગાહીઓ થવા માંડી છે.

સોનાના ભાવ વધવાનું કારણ શું છે?
નિષ્ણાતોનું માનવું છે કે યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ (US Central Bank Federal Reserve) દ્વારા જૂનમાં વ્યાજ દરમાં ઘટાડા અંગેની અટકળોને કારણે સોનાના ભાવમાં વધારો થયો છે. આમ, છેલ્લા ત્રણ દિવસમાં એમસીએક્સ (MCX) પર સોનાની કિંમતમાં રૂ. 2,400થી વધુનો વધારો થયો છે.

અમેરિકામાં (America) ઔદ્યોગિક અને બાંધકામ ખર્ચમાં ઘટાડો થવાના સંકેતો સાથે ફુગાવાના (Inflation) દરમાં ઘટાડો જેવા વિવિધ કારણોસર સોનાના ભાવમાં વધારો થયો હતો. જૂનમાં યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં (Interest rate) 71 ટકા ઘટાડો થવાની અપેક્ષા છે. આવી સ્થિતિમાં સોનાની કિંમત આજે 65,000 સુધી પહોંચી છે અને આ મહિનાના અંત સુધીમાં નવી ટોચ પણ બનાવી શકે છે.

સોનાની કિંમત કેમ વધી રહી છે?
નિષ્ણાતોના મતે ફેડરલ રિઝર્વના ચેરમેન પોવેલે તાજેતરમાં રોકાણકારોને સાવચેતી રાખવાનું નિવેદન કર્યું હતું. તેમણે બજારની વધઘટ સાથે સંકળાયેલા જોખમોને ઘટાડવા માટે આ સમયગાળા દરમિયાન વધુ પડતું એકસપોઝર ટાળવાની સલાહ આપી હતી. જેના લીધે રોકાણકારો સુરક્ષિત રોકાણ સોના તરફ વળ્યા છે. આ સિવાય ભૌગોલિક રાજકીય તણાવમાં વધારો થવાથી રોકાણકારોનું (Investors) સોના તરફ આકર્ષણ વધ્યું છે, જેના કારણે તેની કિંમતોમાં વધારો થયો છે.

સોનાના ભાવમાં વધારાનો આધાર
સોનાની કિંમત મોટાભાગે બજારમાં સોનાની માંગ અને પુરવઠાના આધારે નક્કી કરવામાં આવે છે. જો સોનાની માંગ વધશે તો તેની કિંમત પણ વધશે. જો સપ્લાય વધે તો ભાવ ઘટશે. સોનાના ભાવ પર વૈશ્વિક આર્થિક સ્થિતિની પણ અસર થાય છે. ઉદાહરણ તરીકે જો વર્લ્ડ ઈકોનોમી નબળી હોય તો રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોનાની પસંદગી કરે છે. તેનાથી સોનાની કિંમતમાં વધારો થાય છે.

શું સોનું 70000 રૂપિયા સુધી જઈ શકે છે?
એચડીએફસી સિક્યોરિટીઝના (HDFC Securities) કોમોડિટી અને કરન્સીના વડા અનુજ ગુપ્તાએ જણાવ્યું હતું કે, રોકાણકારો જૂનમાં યુએસ ફેડ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડા અંગે અનુમાન લગાવી રહ્યા છે. આ આશા સાથે સોનું ટૂંક સમયમાં નવી ઊંચાઈ હાંસલ કરી શકે છે. ગઈ તા. 5 માર્ચને મંગળવારે જ સોનાએ નવી ટોચ બનાવી છે. આશા છે કે આ વર્ષના અંત સુધીમાં સોનું રૂ. 67 હજાર સુધી પહોંચી જશે. વર્ષના અંત સુધીમાં તે રૂ. 65 થી 67 હજારની રેન્જમાં વેપાર કરે તેવી શક્યતા છે. કેટલાંક નિષ્ણાતો સોનું 70 હજારની સપાટીને સ્પર્શ કરશે તેવા દાવા પણ કરી રહ્યાં છે.

Most Popular

To Top