સુરત(Surat): કહેવા માટે તો ગુજરાતમાં (Gujarat) દારૂબંધી (Prohibition of Alcohol) છે, પરંતુ રાજ્યનું કોઈ શહેર કે ગામડું એવું નહીં હોય જ્યાં છૂટથી દારૂ વેચાતો કે પીવાતો નહીં હોય. સુરતની વાત કરીએ તો અહીંની પ્રજા મોજશોખથી જીવન જીવવા માટે જાણીતી છે. અહીં દર મહિને કરોડોનો દારૂ વેચાય અને પીવાતો હોય છે.
- સુરતમાં દારૂની મહેફિલ, બર્થ ડે પાર્ટીમાં દારૂ પીરસાયો
- દારૂ પીતા નબીરાઓનો વીડિયો વાયરલ, પાંડેસરાનો વીડિયો હોવાની આશંકા
અહીંના લોકો એટલા બિન્ધાસ્ત છે કે તેઓ દારૂ પીતા હોવાના ફોટા અને વીડિયો પણ બિન્ધાસ્તપણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતા ખચકાતા નથી. જે દર્શાવે છે કે અહીંની પ્રજા દારૂ પીવો એ કોઈ ગુનો હોય તેમ માનતી નથી. આવો જ એક દારૂની પાર્ટીનો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોએ ભારે ચકચાર મચાવી છે.
વાત એમ છે કે, કોઈ બંધ રૂમમાં કુંડાળું કરીને કેટલાંક યુવાનો દારૂની મહેફિલ (Alcohol Party) માણી રહ્યાં છે. આ મહેફિલનો યુવાનો પૈકીના કોઈ એક યુવાને વીડિયો રેકોર્ડ કર્યો અને તે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ (ViralVideo) થતા પોલીસ તંત્ર દોડતું થયું છે.
મળતી માહિતી અનુસાર વિકાસસિંગ રાજપૂત નામની ઇન્સ્ટાગ્રામ આઇડી પર વીડિયો અપલોડ કરાયો છે. સુત્રોએ કહ્યું કે, મિત્ર રૂદ્રા મિશ્રા નામના યુવકના જન્મદિન નિમિત્તે દારુ પાર્ટી કરાઈ હતી. જન્મદિવસ જે યુવકનો છે તે રૂદ્રા મિશ્રાના જન્મદિવસમાં ફૂલ એન્જોયમેન્ટ કર્યું હોવાનું લખાયું છે.
વિકાસસિંગ રાજપૂત અને રૂદ્રા મિશ્રા બે નંબરના ધંધા સાથે પંકાયેલા હોવાની માહિતી સામે આવી રહી છે. સમગ્ર વાયરલ વીડિયો પાંડેસરા વિસ્તારનો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ગાંધીના ગુજરાતમાં દારૂની છોળો ઉછળી રહી હોવાનું વાયરલ વીડિયોમાં સામે આવ્યું છે. જેથી આકરી કાર્યવાહી કરવાની માગ સોશિયલ મીડિયામાં ઉઠી રહી છે.