કાપડ વેપારીની પત્નીએ માનસિક તણાવમાં નવમા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી – Gujaratmitra Daily Newspaper

SURAT

કાપડ વેપારીની પત્નીએ માનસિક તણાવમાં નવમા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી

સુરત: (Surat) સલાબતપુરા વિસ્તારમાં રેડીમેડ કાપડની દુકાન ધરાવતા વેપારીની (Trader) પત્નીએ ભાઠાગામ ખાતે પોતાના ફલેટના નવમા માળેથી નીચે પડતું મુકી આત્મહત્યા (Suicide) કરી લીધી હતી. વર્ષાની છેલ્લા આઠ મહિનાથી ડિપ્રેશનની દવા ચાલતી હતી. જેથી તેણીએ ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરી લીધી હોવાની વિગતો જાણવા મળી હતી.

  • ભાઠાગામની પરિણીતાએ માનસિક તણાવમાં નવમા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી
  • વર્ષાનો પતિ સલાબતપુરા વિસ્તારમાં રેડીમેડ કાપડની દુકાન ધરાવે છે
  • વર્ષાની છેલ્લા આઠેક મહિનાથી ડિપ્રેશનની દવા ચાલતી હતી

નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ, પાલ પોલીસ મથકની હદમાં આવતા ભાઠાગામ પાસે આવેલી ગ્રીનસિટીના નવમાં માળે શ્યામકુમાર પંજવાણી પત્ની વર્ષા (ઉ.વ.30) તેમજ 5 વર્ષના બાળક સાથે રહે છે. શ્યામકુમાર સલાબતપુરા વિસ્તારમાં રેડીમેડ કાપડની દુકાન ધરાવે છે. શ્યામકુમારની પત્ની વર્ષાએ રવિવારે બપોરે ઘરની બાલ્કનીમાંથી નીચે પડતું મૂક્યું હતું. જેથી પરિવારજનો દોડી આવી તેને સારવાર માટે એલ.પી. સવાણી રોડ ખાતે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. વર્ષાની છેલ્લા આઠેક મહિનાથી ડિપ્રેશનની બીમારીની દવા ચાલતી હતી. જેથી તેણીએ ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરી લીધી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top