કેટલાક સમયથી પશ્ચિમ બંગાળમાં કૌભાંડ, હિંસા અને મહિલાઓ પર અત્યાચારની અનેક ઘટનાઓ બની છે જેની સામે વિરોધ નોંધાવવા અંગે રાજ્યની જનતાના અહિંસક ન્યાયલક્ષી આંદોલન સામે બંગાળની સરકારે સત્તાનો દુરુપયોગ કરી જનતાની ન્યાયની માગણી રૂપી અવાજને દાબી દેવામાં નિરંતર પ્રયાસ કર્યો છે. હાલમાં જ મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓમાં પીડિત મહિલાઓના નિવેદનને ધામમાં લેવામાં આવ્યા ન હતા જેના વિરોધમાં મહિલા આયોગના અધ્યક્ષે મમતા બેનરજીનું રાજીનામું માંગ્યું હતું અને બંગાળની જનતાના હિતમાં રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી હતી જે વર્તમાન પરિસ્થિતિ અને સંજોગો અનુસાર યોગ્ય અને ન્યાયલક્ષી જ છે. હવે પ.બંગાળના રાજયપાલે બંગાળની જનતાના હિતમાં વિવેક બુદ્ધિથી ન્યાયલક્ષી નિર્ણય લેવો જરૂરી બન્યો છે.
સુરત – રાજુ રાવલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
અંકુશિત વિસ્ફોટ જ ગરીબી હટાવી શકે
ભારત સરકાર કરોડોનો એજન્ડા પાસ કરે છે તેમાં એક પણ ઠરાવ વસ્તીવિસ્ફોટને અટકાવવાના કોઇ પણ પગલાનો નિર્દેશ કર્યો નથી. શ્રમ વગરની મફત અનાજની લ્હાણી વસ્તી વિસ્ફોટને બેકાબૂ બનાવશે. બેરોજગારી, કુપોષણ, અશિક્ષિતોની વણજાર, જેટલાં માથાં વધે એટલી કમાણીનો કનસેપ્ટ લઘુમતી કામનો
એજન્ડા છે. દૂરના કોંગ્રેસ કાળમાં અધકચરું પ્લાનિંગ કર્યું હતું. પણ વહીવટી તંત્રની ગોબાચારીથી કસુવાવડ થઈ ગઈ. પછી સરકારનો કનસેપ્ટ ધરમૂળથી બદલાઇ ગયો, વોટબેંકને જ મહત્ત્વ આપવામાં આવ્યું. તેના આધારે સત્તાપક્ષ વધુ મજબૂત બન્યો.
અડાજણ – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.