Vadodara

કોર્ટ સંકુલ માં દારૂની બોટલ સાથે કાર મળી આવતા અફરાતફરી નો માહોલ

વકીલ સાથે પાર્કિંગ બાબતે ચકમક થતા યુવકે આખરે ભાગી છુટવું પડ્યું


કોર્ટ સંકુલ માં પ્રેસ લખેલી કારમાં વિદેશી દારૂની બોટલ મળી આવતા સમગ્ર કોર્ટ સંકુલમાં અફરાતફરી નો માહોલ જોવા મળ્યો હતો. જોકે બનાવ પૂર્વે એક વકીલ સાથે કારચાલકની પાર્કિંગ મુદ્દે બોલાચાલી થઈ હતી જેને પગલે તમામ વકીલો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને વિવિધ મુદ્દે સવાલ ઉઠાવતા કારચાલક નાસી છૂટ્યો હતો જોકે વકીલો દ્વારા કાર ચકાસતા તેમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી જેને પગલે તાત્કાલિક અકોટા પોલીસને આ બનાવવા અંગે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી.
વડોદરા કોર્ટમાં કામ અર્થે આવેલા રોહિત પાંડે તેમની કાર વકીલોના પાર્કિંગમાં મૂકી હતી જેથી એક વકીલ દ્વારા તેને અહીંયા કાર પાર્ક ન કરવા માટે જણાવતા બંને વચ્ચે ઉગ્ર બોલા ચાલુ થઈ હતી જેને પગલે અન્ય વકીલો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જેથી વકીલો દ્વારા ગાડીના કાચ પર બ્લેક ફિલ્મ કેમ લગાવેલી છે સહિતના અનેક પ્રશ્નો કરતા યુવક ઘટના સ્થળેથી ભાગી છુટ્યો હતો જો કે તે કાર ત્યાં જ મૂકી રાખી હતી અને તેમાં મોબાઈલ ફોન સહિતની વસ્તુઓ પણ હતી તે છતાં પણ યુવક ભાગી ચૂક્યો હતો જેને પગલે વકીલો દ્વારા કારની ચકાસણી કરવામાં આવી હતી જેમાં કારની નંબર પ્લેટ, મોબાઈલ ફોન તેમજ વિદેશી દારૂની બોટલ પણ મળી આવી હતી જોકે ચકાસણીમાં વકીલોએ અંદરો અંદર ખેંચમતાણ કરતાં દારૂની બોટલ તૂટી જવાની વાત પણ લોક મૂખે જાણવા મળી હતી જોકે આ બનાવ પગલે અકોટા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી
વકીલો એ જાતે જ ચકાસણી કરતા દારૂની બોટલ તૂટી પડી હવે પોલીસમાં અસમંજસ ફરિયાદ કરવી કે નહીં?
બનાવને પગલે એક તરફ વકીલો દ્વારા બનાવ અંગે પકોટા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી તાત્કાલિક ઘટના સ્થળે પીસીઆર વાન આવી પહોંચી હતી પરંતુ પોલીસ આવે તે પહેલા જ વકીલોએ ગાડીની ચકાસણી કરી હતી જેને પગલે દારૂની બોટલ તૂટી ગઈ હતી જેથી ચોક્કસ માહિતી શું છે તે બાબતે પોલીસ અસમંજસ માં મુકાઈ હતી કે મુદ્દા માલ તો કારમાં છે જ નહીં અને બોટલ પણ તૂટી પડી છે હવે ખાલી કાર તેમજ મોબાઇલ ફોન અને ગાડીની નંબર પ્લેટ જ પડેલી છે તો કયો ગુનો દાખલ કરવો તે બાબતે પોલીસ સ્ટેશનમાં મીટીંગ કરવામાં આવી હતી તેવું લોક મૂખે જાણવા મળ્યું હતું

Most Popular

To Top