સુરત(Surat): ફરી એકવાર શહેરમાં સ્પાની (Spa) આડમાં ચાલતું કૂટણખાનું પકડાયું છે. પોલીસે વેસુની એક હોટલમાં સ્પાની આડમાં વિદેશી લલનાઓ પાસે દેહવ્યાપાર કરાવવામાં આવતા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 7 વિદેશી યુવતીઓ સહિત કુલ 14 લોકોની અટકાયત કરી છે. સ્પા સંચાલક ચંચલ રાજપૂત ફરાર હોઈ તેને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે.
પોલીસને બાતમી મળી હતી કે વેસુની એક હોટલમાં સ્પાની આડમાં કૂટણખાનું ચાલી રહ્યું છે. તેથી ડીસીપી ઝોન 4 ના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા વેસુની એમ્બેઝ હોટલમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા પાડ્યા ત્યારે સ્પાની અંદરનું દ્રશ્ય જોઈ પોલીસ ચોંકી ગઈ હતી. અહીં રીતસરનો દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો હતો. એક બે નહીં થાઈલેન્ડની 7 યુવતીઓ પાસે અહીં દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો. સ્પામાં અલગ અલગ કેબિન બનાવાયા હતા, જેમાં યુવતીઓ ગ્રાહકો સાથે કઢંગી હાલતમાં મળી આવી હતી.
પોલીસે થાઈલેન્ડનું નાગરિકત્વ ધરાવતી 7 યુવતીઓ ઉપરાંત 7 ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા. સ્પા સંચાલક ચંચલ રાજપુત હોવાની વિગતો બહાર આવી હતી. રેઈડ થયા બાદથી તે ફરાર હોય તેને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે. પકડાયેલા 14 જણાને પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા. જયાં તેઓની પૂછપરછ ચાલી રહી છે.