સદનસીબે કોઈ જાનહાનિ નહિ, આગનું કારણ અકબંધ
દેવગઢ બારીયાનાં એસટી ડેપોમાં મંગળવારે મળસકે 5 વાગ્યાની આસપાસ નવી નક્કોર મીની બસમાં આગ લાગી હતી. જોકે તેમાં સદનસીબે કોઈ મુસાફર નહિ હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.
મળતી માહિતી અનુસાર દેવગઢબારિયાના બસ ડેપોમાં આઇસર કંપનીની મીની બસ વર્કશોપ કમ્પાઉન્ડમાં હતી, જેને સવારના 05:00 વાગ્યાના સમયગાળામાં ચાલક મગનભાઈ ડીંડોર ચાલુ કરવા જતા બસમાંથી ધુમાડા નીકળ્યા હતા. ડ્રાઈવરે અગ્નિશામક બોટલથી આગ ન લાગે તેવા પ્રયત્નો કર્યા હતા, પરંતુ જોખમ દેખાતા કોઠાસૂઝથી ચાલકે બસની બહાર આવીને ડેપોમાં કર્મચારીઓને બૂમો પાડી ને બોલાવતા જ બસમાં આગ ભડકી ઉઠી હતી. બનાવની જાણ દેવગઢબારિયા નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ થતા તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આગને કાબુ કરી હતી
દેવગઢબારિયા ડેપો મેનેજર શાંતિલાલ પટેલ સાથે વાત કરતા જાણવામાં આવ્યું હતું કે ત્રણ મહિના પહેલા આઇસર કંપનીની નવી મીની બસ દેવગઢબારિયા ડેપોમાં આપવામાં આવી હતી. આ બસ હમણાં જ વડોદરા ખાતેથી ચેકિંગ સર્વિસ જેવા કામ કરી આવી હતી . આ બનાવની જાણ વિભાગના અધિકારીને કરવામાં આવતા તાત્કાલિક વડોદરાથી આઇસર કંપની ટીમ દેવગઢબારિયા ખાતે આવવા માટે નીકળી ગઈ છે.
* વર્કશોપ કમ્પાઉન્ડમાં બસનો આગ લાગવાનો બનાવ બન્યો ત્યાંથી 100 મીટર જેટલી દુરીમાં બસ માં પુરવા માં આવતા ડીઝલ પંપ હતો જો આ બનાવ ડીઝલ પંપ પાસે આ બનાવ બન્યો હતો ખૂબ મોટી હોનારત સર્જાતી