ભરૂચ(Bharuch) : આમોદ (Aamod) તાલુકાના કોલવણા (Kolvana) ગામે ભાઈખા પરિવારના વાડી સાફ કરવા જતા મધમાખી (Bee) ઉડીને કરડતા ભારે દોડધામ મચી ગઈ હતી. જેમાં ત્રણ બાળકો સહીત ૭ લોકોને ડંખ મારતા તાબડતોબ સારવાર લેવાની નોબત આવી હતી.
શનિવારે સવારે આમોદ તાલુકાના કોલવણા ગામે સવારે દસેક વાગ્યાના અરસામાં ભીખા પરિવારના ૩ બાળકો સહીત ૭ વ્યક્તિઓ પોતાની વાડીએ ગાંડા બાવળની સાફ-સફાઈ અર્થે ગયા હતા. જ્યાં JCB થકી સફાઈ કરતી વખતે બાવળમાં ભૂરી મધએ પડાવ છંછેડતા આખો માળો ઉડ્યો હતો. જે ઉડીને સીધા ભાઈખા પરિવારમાં હાજર લોકોને ડંખ મારવા માંડ્યો હતો. જેમાં બાળકો સહીત સાત ઇસમોને ડંખ માર્યો હતો. જે બનાવ બાદ ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ફરજ પરના ડો.અશરફ પટેલ તેમજ ટીમે ખડેપગે રહીને સારવાર આપવામાં આવી હતી. જેમાં મધમાખીના ડંખ કરતા ઈજાગ્રસ્ત સાત પૈકી ઈશરત ઇકરામ (ઉ.વ.૩), ઇલ્હામ ઇકરામ (ઉ.વ.૫), મોહમ્મદ અર્શ (ઉ.વ.૧૧), રહેમતબેન ઇકરામ (ઉ.વ.૨૮), ફાતિમા સઈદ (ઉ.વ.૫૫), મુમતાઝ ઈનાયત (ઉ.વ.૫૫) અને ઇનાયત ભાઈખા (ઉ.વ.૫૫) તમામને શરીરે ડંખ મારતા પ્રાથમિક સારવાર બાદ ભરૂચ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના બનતા કોલવણા ગામના સરપંચ ઝફર ગદિમલ તાબડતોબ આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા.
માંગરોળના વાંકલમાં કપિરાજનો આતંક
આ તરફ માંગરોળ તાલુકાના વાંકલ ખાતે છેલ્લા થોડા દિવસથી કપિરાજનો આતંક યથાવત છે. ક્યારેક વાહનચાલકો તો ક્યારેક રસ્તે જતા રાહદારીઓને પકડી બચકાં ભરતાં આ કપિરાજના ત્રાસમાંથી છૂટકારો મેળવવા માટે લોકોએ વનવિભાગને વિનવણી કરી, વનવિભાગ પણ વાનરને પકડવા ફિલ્ડિંગ ભરે છે. પરંતુ ચબરાક કપિરાજ પાંજરે પુરાતા નથી. ત્યાં ગુરુવારે વધુ ચાર વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો. જેમાં પાનેશ્વર દૂધમંડળીના સંચાલકને પણ બચકું ભરી લીધું હતું. તો એક જણાના ઘરમાં ઘૂસી દાદર પરથી ઊતરતા પારસ મોદી ઉપર પણ કૂદકો માર્યો હતો. જ્યારે અન્ય બે જણાને પણ નિશાન બનાવ્યા હતા. ત્રણ દિવસમાં કપિરાજે દસથી વધુ લોકો ઉપર હુમલો કરતાં લોકો ડરના માર્યા હવે ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે.