સંજેલી તા.૧૬
સંજેલી તાલુકા ની ટીશાના મુવાડા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં ધોરણ એક થી આઠ માં 200 જેટલા બાળકો અભ્યાસ મેળવી રહ્યા છે. વર્ષ 1970 માં જમીન દાતાએ શાળા માટે જમીનદાનમાં આપી હતી અને જે બાદ વર્ષ 2012માં પણ દલસુખભાઈ બીજયાએ બે ઓરડા માટે જમીનદાનમાં આપી હતી. પાંચ ઓરડાઓ જર્જરિત થતા ગત વર્ષે તોડી પાડ્યા હતા અને જે બાદ નવા બિલ્ડીંગના બાંધકામ માટે વર્ચ્યુઅલ માધ્યમથી સાંસદના હસ્તે ખાતમુરત કરવામાં આવ્યું હતું.અને કોન્ટ્રાક્ટર તેમજ ટીઆરપી અને સરપંચની ઉપસ્થિતિમાં બાંધકામ શરૂ કરતાં જમીન દાતા ના પુત્ર પેઢીએ એ આ તો અમારી માલકીની જમીન છે. આજુબાજુ પંચાયતની ઘણી બધી જમીનો આવેલી છે જેના પર તમારી બિલ્ડીંગના બાંધકામ કરો અમારી જમીન ખુલ્લી કરી આપો તેમ કહી બાંધકામ શરૂ થાય તે પહેલા જ અટકાવ્યું હતું.
સંજેલી ટી મુવાડા પ્રાથમિક શાળામાં નવીન ઓરડા બાંધવાની બાબતને લઈને વિવાદ
By
Posted on