Vadodara

ડાકોરમાં પ્રવેશતા જ કચરા પેટીના ઢગથી હાલાકી

ડાકોર તા.12
ડાકોરમાં ભગવાન રણછોડરાયજીના દર્શન કરવા આવતા યાત્રાળુઓને અનેક હાલાકી ભોગવવી પડતી હોય છે. તેમાં વડોદરા, અમદાવાદના મુખ્ય માર્ગ ઉપર રોડ વચ્ચે નગરપાલિકા દ્વારા કચરાના ડબ્બા ખડકી દેતા સ્થાનિકો પરેશાન થયાં છે.
યાત્રાધામ ડાકોરમાં પ્રવેશતા જ કચરાપેટીના આડા ડબ્બાથી મુખ્યમાર્ગ ઉપર શરમજનક લાગી રહ્યું છે. દર્શને આવતા ભક્તોને છેલ્લા ઘણા સમયથી ડાકોર નગરપાલિકા દ્વારા વડોદરા, અમદાવાદ, નડિયાદ, આણંદથી આવતા ભક્તોના સ્વાગતમાં ડાકોર નગરપાલિકા દ્વારા કચરા પેટીના ડબ્બા મુકવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે.
રાજ્ય સરકારે પાંચ યાત્રાધામોમાં ડાકોર તેમજ દ્વારકા, સોમનાથ, અંબાજી, શામળાજી યાત્રાધામોની ગણતરી થાય છે. દરેક યાત્રાધામોની એક ઓળખ હોય છે, તેમના પ્રવેશદ્વાર ઉપર આવી રીતે કચરાના ડબ્બા મુકવા આવતા નથી. પરંતુ ડાકોર પાલિકાના અણઘણ આયોજનથી હાલાકી ભોગવવી પડી રહી છે. રાજ્ય સરકાર મસ મોટી ગ્રાન્ટો ડાકોર નગરપાલિકાને ફાળે છે. આમ છતાં ડાકોરના પ્રવેશ માર્ગ કચરા પેટીથી વૈષ્ણવોનો સ્વાગત કરવા મુક્યું છે. ડાકોરમાં ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવતી કરોડો રૂપિયાની ગ્રાન્ટો પણ ડાકોર નગરપાલિકા દ્વારા ભષ્ટાચાર આ ચરવામાં આવે છે. જો યોગ્ય તપાસ કરવામાં આવે તો ભષ્ટ્રાચાર સામે આવે તેવું લાગી રહ્યું છે. સરકાર દ્વાર દસ વર્ષની ગ્રાન્ટોની તપાસ કરે તો ભ્રષ્ટાચાર ઉજાગર થશે.
ઉલ્લેખનીય છે કે, ડાકોર યાત્રાધામમાં આવતું હોવાથી કરોડોની ગ્રાન્ટમાંથી સફાઇ માટે કચરા પેટી આપવામાં આવી છે. પરંતુ તેનો ઉપયોગ કરવામાં પાલિકા નિષ્ફળ રહી છે.

Most Popular

To Top