Gujarat

ચરસ વેચવાના કેસમાં રાજકોટના ચાર આરોપીને 20 વર્ષની સજા

રાજકોટ: (Rajkot) અમદાવાદ ખાતે પકડાયેલ એક ઈસમ પાસેથી મળેલ ‘ઈન્ટરસેપ્ટ” ના આધારે રાજકોટ એસ.ઓ.જી.એ રેડ (Raid) પાડી હતી. આ રેડ દરમિયાન જંગલેશ્વર વિસ્તારમાં રહેતા મહેબુબ ઠેબાના ઘરમાં તેમની સાથેના ત્રણ બીજા ઈસમો ચરસના અલગ-અલગ જથ્થા સાથે પકડાઈ જતા તેઓ સામેના કેસમાં નામદાર અધિક સેશન્સ જજ બી. બી. જાદવ સાહેબે ચારેય આરોપીઓને 20-20 વર્ષની સખ્ત કેદની સજા અને પ્રત્યેકને રૂપિયા એક-એક લાખનો દંડ ફરમાવેલ છે.

  • ચરસ વેચવાના કેસમાં રાજકોટના ચાર આરોપીને 20 વર્ષની સજા
  • એક આરોપી શકીલ સહીદ સૈફીને શંકાનો લાભ આપી છોડી મૂકવામાં આવ્યો

ચાર વર્ષ અગાઉ જંગલેશ્વર વિસ્તારમાં રહેતા મહેબૂબ ઠેબાને ત્યાં પોલીસે દરોડો પાડી આરોપી ઈલ્યાસ હારૂન સોરાની તપાસ કરતાં તેની પાસે પાસે માદક પદાર્થ ચરસના ગઠ્ઠાઓ હતા. જેનુ રાસાયણિક પરીક્ષણ કરી વજન કરતા 1 કિલો 10 ગ્રામ વજન થયો. આ મકાનના ઉપરના ભાગે એક રૂમમાં આરોપી જાવેદ ગુલમહમદ દલ મળી આવેલ જેના બાથરૂમના ઉપરના ભાગે રેકઝીનના થેલામાંથી ગઠ્ઠા સ્વરૂપમાં ચરસ મળ્યું હતું, જેનું વજન 2.08 કિલો હતું. ત્યારબાદ મહેબુબ ઠેબાએ જણાવ્યા મુજબ શેરી નં-11ના ખૂણે આવેલ ઓરડીમાં રફીક હબીબભાઈ લોયાના રૂમે રેડ કરતા તેમની પાસેના થેલામાં 5.09 કિલોગ્રામ ચરસ મળી આવ્યું. આ રીતે મહેબુબ ઠેબાના આ મકાનમાં બે ઈસમો પાસેથી અને મકાનની બાજુની ઓરડીમાં પકડાયેલ એક આરોપી પાસેથી કુલ 8 કિલોગ્રામ ચરસ મળી આવતા તેઓની પૂછપરછ કરતા આ ચરસનો જથ્થો તેઓને શકીલ શહીદ સૈફી નામની વ્યક્તિએ પહોંચાડેલ હોવાનું જણાવતા આ શકીલની પણ ધરપકડ કરવામાં આવી.

આજ રોજ આ કેસમાં ચરસનો જથ્થો આરોપીઓને પૂરો પાડનાર પાંચમો આરોપી શકીલ સહીદ સૈફીને શંકાનો લાભ આપી છોડી મૂકવામાં આવ્યો છે, જયારે મહેબુબ ઓસમાણ ઠેબાને ચરસ મંગાવવા બદલ અને ઈલ્યાસ હારૂન સોરા, જાવેદ ગુલમહમદ દલ અને રફીક હબીબભાઈ લોયાને ચરસ રાખવા બદલ NDPS એકટની વિવિધ કલમો હેઠળ તકસીરવાન ઠરાવેલ છે. આ ચરસનો જથ્થો વ્યવસાયિક હેતુ માટેનો હોવાના કારણે પ્રત્યેકને રૂપિયા એક-એક લાખનો દંડ ફરમાવેલ છે અને 20-20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારેલ છે.

Most Popular

To Top