સુરત(Surat): શહેરના ઉધના (Udhna) વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીમાં ગેરકાયદે બાંધકામ (IllegalConstructionDemolition ) વખતે સ્લેબ અને છજ્જુ તૂટી પડતાં મજૂરના મોતની ઘટના બન્યા બાદ સુરત મહાનગરપાલિકા સફાળી જાગી છે. આજે પાલિકાએ લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીમાં આવેલા ગેરકાયદે બાંધકામને તોડી પાડ્યું હતું.
- ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં ચણતર દિવાલ તૂટી પડતા શ્રમિકના મોતનો મામલો
- સફાળે જાગેલી પાલિકાની ટીમે ગેરકાયદે બાંધકામનું કર્યું ડિમોલિશન
ગયા અઠવાડિયે તા. 3 ફેબ્રુઆરીના રોજ શહેરના ઉધના વિસ્તારમાં આઘાતજનક ઘટના બની હતી. અહીં ઈન્ડસ્ટ્રીયલ યુનિટની બાંધકામ સાઈટનો સ્લેબ અચાનક તૂટી પડયો હતો.. આ ઘટનામાં એક મજૂરનું મોત નિપજ્યું હતું.
ઉધનાની લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીના એક કારખાનામાં ગોઝારી ઘટના બની હતીછે. અહીં કારખાનાનો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં એક મજદૂર ચંદુ સેમાડાનું મોત નિપજ્યું હતું. મૃતકની ઉંમર 50 વર્ષ હતી. મૃતક અને ઈજાગ્રસ્તો ઈન્ડસ્ટ્રીયલ ખાતાની બાંધકામ સાઈટ પર મજૂરી કામ કરી રહ્યાં હતાં ત્યારે આ ઘટના બની હતી. બાંધકામ સાઈટની ગેલેરીનો સ્લેબ અચાનક તૂટી ગયો હતો.
સ્લેબની સાથે બે મજૂરો નીચે પટકાયા હતા. જ્યારે એક મજૂર સ્લેબમાં ઉપર જ લટકી પડ્યો હતો. ફાયરની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ફસાયેલા મજૂરને બચાવ્યો હતો. નીચે પટકાયેલા બે મજૂરોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ એક મજૂર ચંદુનું મોત નિપજ્યું હતું.
હવે રહી રહીને સુરત મનપાના અધિકારીઓને બ્રહ્મજ્ઞાન લાદયું છે. લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીમાં મોટા પાયે ગેરકાયદે બાંધકામો થતા હોવાની ફરિયાદો પણ ઉઠી છે ત્યારે આજે પાલિકાના દબાણ ખાતાની ટીમે આ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરી છે.
શ્રમિકાના મોત બાદ મોડે મોડે જાગેલી પાલિકાની ટીમે આજે ગેરકાયદે બાંધકામો તોડી પાડી સંતોષ માન્યો હતો. પાલિકા અધિકારીઓની ઘટનામાં જવાબદારી હજી સુધી નક્કી કરવામાં આવી નથી. ઉધના પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે.