આણંદ તા.5
આણંદ જીલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર ફરજ બજાવતા ફિમેલ હેલ્થ વર્કર, મેઇલ હેલ્થ વર્કર, ડ્રાઈવર, વોર્ડ બોય, વોર્ડ આયા અને સ્વીપર જેવા આઉટસોર્સિંગ કર્મચારીને ડિસેમ્બર અને જાન્યારી મહિનાનો પગાર ચુકવવામાં આવ્યો નથી. આ અંગે કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.
આણંદ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આઉટ સોર્સિંગના કર્મચારીઓએ રજુઆતમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો અને એમાં આઉટસોર્સિંગ કર્મચારીને પ્રથમ અગ્રતા આપતા આઉટસોર્સિંગ કર્મચારીનો પહેલા પગાર કરવો અને પગાર કર્યાનું પ્રમાણપત્ર આવી જાય પછી જ વર્ગ 1 અને વર્ગ 2ના કર્મચારીનો પગાર આકરવો છતા પણ આણંદ જિલ્લામાં આ પરિપત્રનો અનાદર કરી વર્ગ 3 અને વર્ગ 4નો પગાર કર્યા વગર વર્ગ 1 અને વર્ગ 2નો પગાર થઇ જાય છે અને આઉટસોર્સિંગ કર્મચારીને પગાર માટે વલખા મારવા પડે છે. આ અંગે સીડીએચઓને પણ રજુઆત કરવામાં આવી હતી આ સમયે કહેવામાં આવ્યું હતું કે, તમારો પગાર એડીઓ સાથે ચર્ચા કરીને કરી દેવામાં આવશે. તેવી ખાતરી આપી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ પણ પગાર બે દિવસમાં થઇ જસે. તી ખાતરી આપી હતી. પરંતુ હજુ સુધી કર્મચારીનો પગાર કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત પગારમાં વધારો કરવાની જગ્યાએ પગારમાં ઘટાડો કરવાનો આદેશ કર્યો છે. આથી, આઉટ સોર્સિંગના કર્મચારીને વહેલી તકે પગાર ચુકવવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી.
આણંદમાં પીએચસીના કર્મીઓબે માસથી પગારથી વંચિત
By
Posted on