વીરપુર, તા.4
વીરપુર તાલુકાના ધોરાવાડા ગામથી ભાટપુર ને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં ફેરવાઈ જતાં વાહનચાલકો ભારે હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે નવીન રસ્તાની કામગીરી માટે ગ્રામજનોએ અવાર નવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે આ રોડનું વહેલી તકે સમારકામ કરવા ગ્રામજનોએ માગણી કરી છે તાલુકાના ધોરાવાડા થી ભાટપુરને જોડતો આ મુખ્ય માર્ગ છે આ માર્ગ પર અંદાજીત ૨૦ થી ૨૫ ગામડાઓ આવેલા છે. રસ્તો એટલી હદે જાડી જાખરાથી ઢંકાઈ ગયો છે કે, વાહન ચાલકો સામેથી આવતું વાહન જોઈ ન શકાતા અકસ્માતના બનાવો બની રહ્યા હોવાના આક્ષેપો વાહનચાલકો દ્વારા કરાઈ રહ્યા છે. ત્યારે આ રોડનું નવીનીકરણ કરવા તેમજ રોડની બંને સાઇડ ઉપર ઊગી નીકળેલા ઝાડી ઝાંખરા દૂર કરવા માગણી કરી છે. જો આગામી સમયમાં આ રોડનું સમારકામ તેમજ બંને સાઈડ પર જંગલ કટીંગ નહીં કરાય તો ગ્રામજનોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.
ધોરાવાડાથી ભાટપુરને જોડતો માર્ગ બિસ્માર બનતા વાહનચાલકો પરેશાન
By
Posted on