આણંદ,તા.4
આણંદવાસીઓ માટે વર્ષોથી અટવાયેલી સિવિલ હોસ્પિટલનું સપનુ હવે સાકાર થાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે. જો અને તો જેવી સ્થિતિથી સાથે ઘણા વર્ષો વિતી ગયા વાયા બાદ હવે આગામી 10 ફેબ્રુઆરીએ વડાપ્રધાન સિવિલ હોસ્પિટલનું વર્ચ્યુઅલ ખાત મુહૂર્ત કરશે. જેને પગલે હવે ઘર આંગણે સારી આરોગ્ય સેવા ઉપલબ્ધ બનશે તેવી આશા પ્રસરી છે
પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા દાયકા ઉપરાંતથી આણંદ ખાતે સિવિલ હોસ્પિટલના નિર્માણનો મુદ્દો સ્થળ પસંદગીને લઇને ફેરફાર થતા હતા.. ગત વર્ષે સરકાર દ્વારા વેટરનરી કોલેજ નજીકની જમીન સંપાદન કરી રૂ.163 કરોડના ખર્ચે આધુનિક સિવિલ સાથે આયુર્વેદિક હોસ્પિટલ નિર્માણની મંજૂરી આપવામાં આવી હતી.
ત્યારબાદ ગત ઓક્ટોબરમાં સિવિલ નિર્માણની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી પૂર્ણ થયાબાદ સુરતની એજન્સી દ્વારા રૂ.143 કરોડના ખર્ચે સિવિલ હોસ્પિટલ નિર્માણની મંજૂરી બાદ પણ ખાતમુહૂર્ત હાથ ધરવામાં ઠાગાઠૈયા થયા હતા. પુનઃ સિવિલનું સપનું સાકાર થશે કે કેમ ?તેવા સવાલ ઉઠતાં આખરે સિવિલના ખાતમુહૂર્તનું મૂહુર્ત શુક્રવારના રોજ નક્કી કરવામાં આવ્યું છે
આગામી 10મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે સિવિલનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. રાજકોટ ખાતે 10મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનાર છે ત્યાં વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરશે.
આણંદ સિવિલ હોસ્પિ. માટે 10મીએ ખાતમુહૂર્ત કરાશે
By
Posted on