Vadodara

આણંદ જિલ્લામાં શાળા સલામતી સપ્તાહની ઉજવણી

આણંદ, તા.4
ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, ગાંધીનગર દ્વારા રાજયભરમાં શાળા સલામતી સપ્તાહ – 2024 ની ઉજવણી કરવામા આવી રહી છે. જે અન્વયે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લા ડીઝાસ્ટર શાખા દ્વારા જિલ્લાની તમામ 1025 પ્રાથમિક શાળામાં આ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ થકી જિલ્લાના પાથમિક શાળાના 1.87 લાખથી વધુ વિદ્યાર્થીઓને આપત્તિઓની પ્રાથમિક સમજ અને શાળા સલામતી પ્લાનની ઉપયોગીતા વિશે સમજ આપવામાં આવશે.
આ કાર્યક્રમ અંતર્ગત પેટલાદ તાલુકાની મોરજ પ્રાથમિક શાળા અને ઉમરેઠ તાલુકાની પ્રતાપપુરા પ્રાથમિક શાળા ખાતે શાળા સલામતી સપ્તાહનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સતામંડળ ગાંધીનગરના ડીસ્ટ્રીક પ્રોજેકટ ઓફિસર ડૉ. એન્જેલા ગામડિયા દ્વારા શાળા સલામતી સપ્તાહની ઉજવણી અને તેની ઉપયોગીતા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, આ ઉજવણી અંતર્ગત શાળાના તાલીમ માપેલા શિક્ષકો દ્વારા સંભવિત હેઝાર્ડની ચાર્ટ/પોસ્ટર/આઈ.ઈ.સી., ઓડિયો, વિડીયોના માધ્યમથી સમજ તથા આપદામિત્ર અને ફાયર બ્રિગેડ દ્વારા આગ, અકસ્માત, ભૂકપ, પૂર ઈત્યાદી હોનારતોની સમજ આપવામાં આવશે. આ ઉપરાંત આપત્તિ વ્યવસ્થાપન વિષય અંતર્ગત ચિત્ર, નિબંધ, વકૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે તથા ફાયર ડેમોસ્ટ્રેશન મોકડ્રીલ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત સ્પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ કરવામાં આવશે.

Most Popular

To Top