વિશાખાપટ્ટનમ(VishakhaPattnam) : ભારત અને ઈંગ્લેન્ડ (IndiaVsEngland) વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની (TestSeries) બીજી મેચ 02 ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં રમાશે. ઈંગ્લેન્ડે આ મેચ માટે તેના પ્લેઈંગ-11ની જાહેરાત એક દિવસ પહેલા કરી દીધી છે. ઈંગ્લેન્ડની પ્લેઈંગ-11માં બે મોટા ફેરફાર જોવા મળ્યા છે.
મિસ્ટ્રી સ્પિનર શોએબ બશીરને (ShoebBashir) જેક લીચની (JackLich) જગ્યાએ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. લીચને પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન ઘૂંટણમાં ઈજા થઈ હતી. આ સિવાય અનુભવી ઝડપી બોલર જેમ્સ એન્ડરસનને (JemsEndorson) પણ માર્ક વુડની જગ્યાએ પ્લેઈંગ-11માં સ્થાન મળ્યું છે. તેનો અર્થ એવો થયો કે ઈંગ્લેન્ડ પણ ત્રણ સ્પિનરો રેહાન, હાર્ટલી અને બશીર તેમજ એક ઝડપી બોલર એન્ડરસન સાથે બીજી ટેસ્ટ મેચમાં મેદાનમાં ઉતરશે.
જણાવી દઈએ કે જેમ્સ એન્ડરસને અત્યાર સુધી 183 ટેસ્ટ મેચમાં 690 વિકેટ લીધી છે. આવી સ્થિતિમાં તે 700 વિકેટ લેવાની ખૂબ નજીક છે. જેમ્સ એન્ડરસનનો આ સાતમો ભારત પ્રવાસ છે. એન્ડરસને ભારત સામે 35 ટેસ્ટ મેચમાં 24.89ની એવરેજથી 139 વિકેટ લીધી છે. આ સમયગાળા દરમિયાન એન્ડરસને છ વખત એક ઇનિંગમાં પાંચ કે તેથી વધુ વિકેટ લીધી હતી.
એન્ડરસને 2012ની શ્રેણીમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જ્યાં ઈંગ્લેન્ડે એમએસ ધોનીની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાને 2-1થી હરાવ્યું હતું. એન્ડરસને તે સિરીઝમાં 12 વિકેટ લીધી હતી. તેણે ભારતમાં અત્યાર સુધી રમાયેલી 13 ટેસ્ટ મેચોમાં 34 વિકેટ લીધી છે.
બીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ-11: જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ (વિકેટકીપર), રેહાન અહેમદ, ટોમ હાર્ટલી, શોએબ બશીર, જેમ્સ એન્ડરસન.