મોદી સરકારે જાહેર કર્યા મુજબ 22 જાન્યુઆરીના રોજ સમગ્ર દેશને રામમય બનાવી દેવાયો. અયોધ્યામાં મોદીજીના રામની પ્રાણપ્રતિષ્ઠા કરવા માટે હિંદુ ધર્મના ચારેય શંકરાચાર્યની સલાહોને ખાડે નાંખવા સાથે એ ધર્મગુરુઓનેય ખૂણે ધકેલી દેવાયા. અયોધ્યા મુદ્દે મુસ્લિમોને પરાજય અને હિંદુઓને ભવ્ય વિજય બતાવવો જરૂરી હતો. જે કામ સુપેરે કરાયું. સંઘ પરિવારે તો ઠેર ઠેર વિજયરેલીઓ કાઢી. હિંદુઓને હિંદુત્વમાં તરબોળ કરી દેવાયા, પણ હવે પછી શું? રામ રાજ આવશે? ભ્રષ્ટાચાર બંધ થઇ જશે? ઘરમાં બેકાર બેઠેલા તમારાં સંતાનોને નોકરીઓ મળી જશે? તમારાં વીજળી બીલો, ગેસ બીલો સરકાર અડધાં વસુલશે? તમારાં વ્હાલાં સંતાનોની સ્કૂલ ફી યા ટયુશન ફી માફ થઇ જશે?
બીમાર પડશો તો હોસ્પિટલોમાં સારવાર મફત મળશે? તેલના ડબ્બાનો ભાવ 700 રૂા. થઇ જશે? બહેન દીકરીઓ ઉપરના બળાત્કારો બંધ થઇ જશે? ભારતમાંથી મોદી શાસનમાં ગુમ થયેલી 15 લાખ મહિલાઓ ઘરે પાછી આવી જશે? કાંઇ ફેર નહીં પડે! તમારે જેમના તેમ અહીં જ સડવું પડવાનું છે. આ આખો ખેલ માત્ર રાજકીય લાભ માટે જ છે એ સમજી લેજો. તમારી કોઇ સમસ્યા દૂર નથી થવાની.
સુરત – જિતેન્દ્ર પાનવાલા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
હબ્બા ખાતુન
પૃથ્વી પરના સ્વર્ગ સમાન કાશ્મીરની ધરતી પર સોળમી સદીમાં થઇ ગયેલી પ્રેમી રૂપ નિર્માણ અપૂર્ણ રહ્યું. મુઝફ્ફરઅલી અને બી.આર. ચોપરા તેને રૂપેરી પરદે સાકાર કરી શકયા નહીં. જો શહેનશાહ અકબરે કાશ્મીરના શાસક યૂસુફ શાહને હરાવી કારાવાસમાં ધકેલ્યો ન હોત તો એક બીજી મુમતાઝ મહલ જન્મવાના સંજોગો હતા. કવયિત્રી ગાયિકા એવી રૂપયૌવના હબ્બા ખાતુન ઉત્તરાવસ્થામાં એકલવાયા જીવનમાં પ્રેમી પતિના વિરહમાં ઝૂરતી રહી અને સન્યાસી થઇને કાશ્મીરની ખીણમાં ભટકતી રહી. જે બીજી અનારકલીનું ચિત્ર પ્રગટાવી ગયું.
આ કથાનક પર અલી સરદાર જાફરીના ગીત ‘જિસ રાત કે ખ્વાબ આયે’ને નૌશાદે સંગીતબધ્ધ કર્યું. ગાયક મોહમ્મદ રફીએ તેમાં પ્રાણ પૂર્યા. પણ વિધિની વક્રતા એવી કે તે ગીત જાતે એક સુંદર સ્વપ્ન બનીને રહી ગયું. ચાર દાયકામાં હજારો ગીતો ગાનાર રફીને પણ આ ગીત અંતરમાં વસી જતાં તેઓ ભાવુક થઇ ગયા. નૌશાદજીએ રેકોર્ડિંગ બાદ જયારે રફી સાહેબને ગાયન માટે પુરસ્કાર આપવા હાથ લંબાવ્યો ત્યારે રફીજીએ પુરસ્કારનો વિનમ્ર ભાવે અસ્વીકાર કરતાં જણાવ્યું કે આજકાલનાં ગીતો મારા હૃદયને સંતોષ, આનંદ અને તૃપ્તિ પૂર્ણ રીતે આપી શકતાં નથી.
જયારે આજના આ ગીતે મારા માટે આશીર્વાદરૂપ કામ કરી અંતરને શાંતિ પ્રદાન કરી છે. તેથી ઉલટું મારે તેમના માટે આપને પુરસ્કાર આપવો જોઇએ. આવું કહીને પુરસ્કારની રકમ પછી વાળી અશ્રુભીના નયને રફીજી જતા રહ્યા. નૌશાજીની ફિલ્મી કારકિર્દીમાં હબ્બાખાતુનનું આ ગીત, રફી કંઠે ગવાયેલું અંતિમ ગીત બની ગયું. રફી સાહેબ એંશીની સાલમાં જન્નતનશીન થઇ ગયા.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે