2004ના પરિવર્તનો પલટાઓમાં અનેક ઘટના ધટતી હોય છે. એ કુદરતનાં નિયમોનો અહનિશ ચાલતો ક્રમ છે. તેમાં યે ગત વર્ષમાં બનેલ અદ્દભૂત ઘટના ગિફટ સિટીમાં દારૂબંધી હળવી કરવા માટે સરકારે બહાર પાડેલા વટહુકમની ચારેકોર વાત પ્રસરી રહી છે. વ્યસન મુક્તિનાં ગુજરાતમાં સંત, મહંતો, ધર્માનુરાગીઓ દ્વારા ધર્મના માધ્યમ દ્વારા ઝુંબેશ ચલાવી રહ્યા છે. ધાર્મિક ચિંતન મનનનાં અસંખ્ય સંમેલનો યોજાય રહ્યા છે. વરસોથી આ વ્યસન મુક્તિની યાત્રાઓ ચાલી રહી છે. સમાજમાં દારૂપીવાનું આ દુષ્કર વ્યસન સેવન છોડી દઇને સંસાર સુખમય સુદઢ હેમખેમ સારી રીતે ચાલે, ચલાવે તેના માટે અથાગ પ્રયત્નો પરિશ્રમ કરવાનો કાર્યો ચાલી રહ્યા છે.
ત્યારે એમની જહેમત અને મહેનતને બિરદાવવી જ રહી. તેમાંયે સ્વામીનારાયણ પ્રમુખ સ્વામી મહારાજે ગામડે ગામડે ઊંડાણનાં વિસ્તારમાં રહેતા ઝૂંપડીમાં વસતા ગરીબ-ગુરબાંના આંગણા સુધી જઇને આ મુક્તિની ટહેલ નાંખી છે, પોતાની આગવી મીઠાવાણી સંભળાવી તેની અસર વર્તમાન સમયમાં પણ જોઇ શકાય છે. તેમાંયે દક્ષિણ ગુજરાતના સમાજ સેવક ધુરંધુર નેતા સ્વ. ઉત્તમભાઈ હ. પટેલે ખૂબ જ મહેનત કરેલી અને હજારોની સંખ્યામાં દારૂ છોડી લોકો ધર્મ-સત્સંગ તરફ વળેલા, એમની શીખ અને નેતાગીરી ઉલ્લાસથી એક નિષ્ઠાથી આનંદભેર સ્વીકારેલી, એમની વાણીની અદ્દભૂત અસર થયેલી અને લોકો વ્યસન મુક્ત થયેલાં.
ઉત્તમભાઈ મુખથી ભજનોને ગીતોની રંગત સાંભળેલી. ‘દારૂએ ઊધું માર્યું દારૂડિયા દારૂનું છોડી દેનેરે…!’ દારૂનાં વ્યસનથી કૈ કેટલા કુટુંબો પાયમાલ થઈ ગયા, દાખલા મૌજુદ છે. પૂ. ગાંધીજીની ગરવી ગુજરાતમાં 75 વર્ષના અમૃત મહોત્સવનાં ટાંકણેજ દારૂબંધી હળવી કરવાનું એલાન વટહુકમ આશ્રર્યજનક ઘટના છે. આમ પણ ક્યાં છૂટ નહોતી. બંધીમાં પણ દારૂ વેચનારાઓ સાથે સંધી કરીને લાખો રૂપિયાનો દારૂ ઠલવાતો રહે છે. છડે ચોક વેચાય છે અને પીવાય છે. નાનો વ્યક્તિ દારૂ પીએ છે. તે જાહેરમાં આવે છે. મોટા વ્યક્તિ છૂટથી પીએ છે.
ધરમપુર – રાયસીંગ ડી. વળવી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.