પાદરા, તા.25
પાદરાના માસર ગામે લઘુમતી કોમના ૬ યુવાનોએ યુવાનોએ ઇન્સ્ટાગ્રામ આઈ.ડી મારફતે વિવાદિત પોસ્ટ કરતા વડુ પોલીસે યુવાનોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી, બે અલગ અલગ કોમ વચ્ચે ઉશ્કેરાટ ફેલાઈ અને અશાંતિ થાય તેવી પોસ્ટ કરતા તેવા લખાણો ઇન્સ્ટાગ્રામ ID પર લાગતા વડુ પોલીસે કાર્યવાહી કરી હતી. જે ગુના સંદર્ભે તમામ આરોપીઓના મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા હતા.
મળતી વિગત મુજબ પાદરા ના માસર ગામે રહેતા ૬ ઈસમો દ્વારા પોતાની ઇન્સ્ટાગ્રામ ID મારફતે સુપ્રીમ કોર્ટ ભારત ખાતે જે વિવાદિત વાંધાજનક નો ચુકાદો આવેલ હતો તેવું જાણવા છતાં આ સંવેદન શીલ મુદ્દાને પોતાની ઇન્સ્ટાગ્રામ ID સ્ટોરી પર અપલોડ કરી હતી ઓના આ કૃત્ય થી બંને સમુદાયમાં ઉશ્કેરાટ ઉત્પન્ન થશે તેમજ હુલ્લડ ફાટી નીકળશે અને જુદા જુદા જૂથો વચ્ચે દુશ્મનાવટ અને સુલેશ શાંતિ નો ભંગ થતો હોવાનું જાણવા છતાં પોતાની ઇન્સ્ટાગ્રામ ID માં સમાન હેતુ થી અલગ અલગ સમયે વિવીદિત પોસ્ટ વાઈરલ કરી કોમી વૈમનસ્ય ફેલાય તેવું કૃત્ય કરી એક સમાન ઈરાદો પાર પાડતા વડુ પોલીસે ૬ ઈસમો સામે ગુન્હો નોંધી કાયદેસર ની કાર્યવાહી કરી હતી.
તા.૨૨/૦૧/૨૦૨૪ના રોજ ભોજ ગામે શ્રી રામ ભગવાનની શોભાયાત્રા નિકળી જે દરમ્યાન બનેલ કોમી બનાવ અન્વયે વડુ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ, જે અન્વયે અન્ય કોઈ પ્રત્યાઘાત ન પડે અને વડુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે સારૂ જરૂર પેટ્રોલીંગ રાખી સોશીયલ મીડિયા ઉપર મોનીટરીંગ દરમ્યાન સોશિયલ મીડીયાના અલગ અલગ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વીટર વિગેરેના મોનીટરીંગ કરતાં હતાં દરમ્યાન માસર ગામે તાજેતરમાં તા.૨૨/૦૧/૨૦૨૪ ના રોજ અયોધ્યા ખાતેના શ્રી રામ મંદિ રની પ્રાણ પ્રતિષ્ઠા અન્વયે હિન્દુ સમુદાય દ્વારા વિશાળ સરઘસ સમગ્ર માસર ગામમાં ફેરવવામાં આવેલ હતુ અને તે બાદ અલગ અલગ સોશીયલ મીડીયાની એપ્લીકેશન પર કેટલાક અસામાજીક ઇસમોએ સમગ્ર માસર ગામનું અને પાદરા તાલુકા નું વાતાવરણ ડહોળાય અને બન્ને કોમો વચ્ચે કોમી વૈમનસ્ય ફેલાય તેવા હેતુથી ગંભીર પ્રકારની પોસ્ટ વાયરલ કરી હતી. પોસ્ટ વાયરલ કરનાર તમામ આરોપીઓના મોબાઇલ ફોન કબજે કર્યા હતા. અત્યારના સોશિયલ મિડિયાના જમાનામાં અસામાજીક તત્વો આવી રીતે પોસ્ટ મુકી આમ જનતાને ઉશ્કેરવાનું કામ કરતા હોય છે. આવા સામાજીક તત્વોથી આમ જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થાય છે.
સો.મીડિયામાં ઉશ્કેરણી જનક પોસ્ટ વાઈરલ કરનાર ૬ની અટકાયત
By
Posted on