ગાંધીનગર(Gandhinagar) : લોકસભાની ચૂંટણી (LokSabhaElection) પહેલાં ગુજરાતમાં (Gujarat) ઓપરેશન લોટ્સ (OperationLotus) શરૂ થયું છે, તે અંતર્ગત ધડાધડ રાજીનામા (Resignation) પડી રહ્યાં છે. આજે વધુ એક ધારાસભ્યએ (MLA) રાજીનામું આપ્યું હોવાની વિગતો સાંપડી છે.
- વડોદરાના અપક્ષ ધારાસભ્યએ રાજીનામું આપ્યું
- વાઘોડિયા બેઠકના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું રાજીનામું
- થોડા દિવસ બાદ વાઘેલા ભાજપમાં જોડાશે
વડોદરાના (Vadodara) વાઘોડિયા (Vaghodiya) વિધાનસભાના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ (DharmendrasinhVaghela) રાજીનામું આપ્યું છે. વાઘેલાએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી (ShankarChodhari) સાથે મુલાકાત કરી રાજીનામું સોંપ્યું છે.
ધર્મેન્દ્ર સિંહ વાઘોડિયાએ રાજીનામું આપી નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, થોડા દિવસ બાદ ભાજપમાં જોડાઈ જઈશ. મતદારો સાથે ચર્ચા કર્યા બાદ જ આ નિર્ણય લીધો છે. રાજીનામું આપવાનું બીજું કોઈ કારણ નથી. ધર્મેન્દ્રસિંહનું રાજીનામું અપાયા બાદ રાજ્ય વિધાનસભાનું સંખ્યાબળ ઘટીને 178નું થઈ જશે. ધર્મેન્દ્રસિંહના રાજીનામાથી ખાલી પડેલી વાઘોડીયા બેઠકની પેટાચૂંટણી વિસાવદર, ખંભાત અને વિજાપુરની જેમ જ લોકસભાની સાથે યોજાશે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપની ટિકિટ પર પેટા ચૂંટણી લડશે તે પણ નિશ્ચિત મનાઈ રહ્યું છે.
આ તરફ ભાજપે લોકસભાની ચૂંટણી પહેલાં તમામ 26 સીટો પર જીત મેળવવા માટે તૈયારી શરૂ કરી દીધી છે. આપ, કોંગ્રેસ સહિત વિપક્ષના મોટા નેતાઓને તોડી ભાજપમાં સામેલ કરવા ઓપરેશન લોટ્સ શરૂ કર્યું છે. બે દિવસ પહેલાં પ્રદેશ ભાજપ કાર્યાલયે સી.આર પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી મંડળના તમામ સભ્યો, લોકસભા બેઠક માટે નિમાયેલા પ્રભારીઓ, કલસ્ટરના તમામ ઈંચાર્જ હાજર રહ્યા હતા. આ બેઠકમાં આગામી દિવસના કાર્યક્રમો, રણનીતિની અમલવારી અંગે ચર્ચા કરવામાં આવી હતી.