પીવાનું પાણી અને આંખના આંસુ એકમેકની સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. શરીરના જે બહુ અગત્યના અવયવો છે, ફેફસા હૃદય, લીવર આંતરડા વિગેરેને પ્રવાહીથી સંતુષ્ઠ રાખવા જરૂરી છે. જો પાણી ન જ પીઓ કે ઓછું પીઓ, તો આ અવયવોની કામગીરી મંદ પડી જાય. તેમનું બંધારણ જ માંસ અને પાણીથી બનેલું છે. કોઇવાર કતલખાને જાઓ, તો તાજુમાંસ અને ગઇકાલના માંસ વચ્ચેનો તફાવત સમજમાં આવી જશે. તાજા માંસમાં પાણી ભરેલું હોય તે ખુ્લ્લામાં રખા તો પાણીનું બાષ્પીભવનથી જાય અને તેની લાલાશ ઉડી જાય, અને શુષ્ક લાકડા જેવું બની જાય. તો માનવ શરીરના અગત્યના અંગોને સ્ફૂર્તિ વાળા રાખવામાં આપણી ભલાઈ છે. પાણી ઓછું પીવાથી શરીરના મસલ પાણી પાણી ની બૂમ પાડતા હોય છે. અને તેમને દુ:ખાવો ઉપડે છે.
જેમને હૃદય સાથેની રકતવાહિનીઓ ઉપાધિ હોય જેને અંગ્રેજીમાં કાર્ડીયો વા સ્કયુરલર માંદગી કહેવાયચે. શબ્દાર્થ સમજીએ કાર્ડીયો એટલે હૃદય અને વાસ્કયુલર એટલે રકતવાહિનીઓ બંને શબ્દ ભેળવી એક બિમારીનું નામ અપાયું છે. ઘણીવાર શરીરમાં પાણીનું લેવલ ઓછું થઇ જાય, તો સમયે ગમે તે સ્થળેથી પાણીનો ગ્લાસ પીઇ લેવો! પછી ન્યાત જાત જોઈને નથીઆવતી આપણી બેદરકારીથી આવે છે. હવે આંસૂની વાત કરીએ. આંસુ માનવના માનસ સાથે સંકળાયેલા છે. દુ:ખના પ્રસંગ આવે તો મન મુકી રડી લો તો મગજનો ભાર હળવો થઇ જાય છે. આસૂથી આંખ ધોવાયા કરે છે અને નેત્રપટલ તેમજ કીક વર્ષો સુધી સ્વસ્થ રહે છે. સારામાં સારો ઇલાજ બગાસ ખાવાનો છે. બગાસુ લેતા તો આંખમાંથી પાણી ન જરે, તો તે સારી નિશાની નથી . ગમે તેમ કરી આંખમાંથી આંસૂ ટપકાવનાર તંદુરસ્ત મગજ ધરાવે છે તે વધુ જીવશે ઓછું પાણી પીએ છે. તેમને જ કબજિયાત થાય છે અને કબજિયાત અનેક રોગોને ખેંચી લાવે છે. માટે રડતા રહો અને પાણી પીતા રહો,
સુરત – ભરત પંડયા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
વિશ્વમાં અમીરોની સંપત્તિ બમણી અને ગરીબો વધુ ગરીબ
હાલમાં જ ઓક્સ ફ્રેમ રિપોર્ટ અનુસાર દુનિયામાં પાંચ સૌથી અમીર વ્યક્તિઓની સંપત્તિ 2020 પછી બે ગણી કરતા પણ વધુ વધી છે. જેના વિપરીત પરીણામ હેઠળ વિશ્વમાં સૌથી ઓછી આવક ધરાવતા 500 કરોડ લોકોની સંપતિ 0.2 ટકા ઘટી ગઈ છે જે અમીરો-ગરીબો વચ્ચે મોટી ખાધ સ્વરૂપનું અંતર વધ્યું છે. એક આધારભૂત અહેવાલ અનુસાર દુનિયાના માત્ર 1 ટકા અમીરો વિશ્વાસની 59 ટકા સંપતિઓ પર કબજો ધરાવે છે જે અર્થ શાસ્ત્રીઓના મંતવ્ય અનુસાર આ વિશ્વની આ અર્થતંત્રની સ્થિતિ તમામ દેશોના આર્થિક તંત્ર પર ચોક્કસ પણે વિપરીત અસરનું નિર્માણ કરશે. જે વિકસીત દેશો માટે પ્રતિકુળ સાબિત થશે.
સુરત – રાજુ રાવલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.