ગાંધીનગર(GandhiNagar) : ગઈ તા. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં (Ayodhya) નવનિર્મિત રામ મંદિરમાં (RamMandir) પ્રભુ શ્રી રામની (ShriRam) પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા (PranPratishtha) સમારોહ બાદ ભાજપ (BJP) એક્શન મોડમાં આવી ગયું છે.
ભાજપે આજે ગાંધીનગરમાં લોકસભા (LokSabhaElection) ચૂંટણી માટે ભાજપના કાર્યાલયનું ઉદ્દઘાટન કર્યું છે. આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા (JPNadda) અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (AmitShah) હાજર રહ્યાં હતાં. કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ એવું કંઈ બોલ્યા જેના લીધે લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી.
ખરેખર કાર્યક્રમ દરમિયાન સી.આર. પાટીલ (CRPatil) એવું બોલ્યા હતા કે અમિત શાહની લોકસભા કાર્યાલયનું ઉદ્દઘાટન. તેથી એવી ચર્ચા ઉઠી હતી કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકસભાની ચૂંટણી ગાંધીનગર બેઠક પરથી લડશે. જો આવું છે તો આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપે તેના પહેલાં ઉમેદવાર જાહેર કરી દીધા છે.
જે.પી. નડ્ડાનું મોટું નિવેદન
લોકસભા 2024 ની ચૂંટણી માટે આજે તા. 23 જાન્યુઆરીના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ગાંધીનગર ખાતે કાર્યાલય ખુલ્લુ મુક્યું હતું. ગાંધીનગરના સાંસદ અમિત શાહના બેઠકનું કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું. ગાંધીનગર સહિત જે.પી.નડ્ડાએ રાજ્યના 26 કાર્યાલયોનું ઉદ્ઘાટન કર્યું હતું. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સામેલ થયા હતા. જે.પી.નડ્ડાએ લોકસભા ચૂંટણીને લઈ મહત્વનું નિવેદન આપ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા તમામ 26 બેઠકો ભાજપ જીતશે.
ગુજરાતમાં 26 બેઠક કબ્જે કરવા ભાજપે બનાવ્યો એક્શન પ્લાન
ભાજપે 2024 લોકસભાની ચૂંટણી જીતવા માઈક્રો પ્લાનિંગ કરીલીધું છે. ગુજરાતમાં તમામ 26 બેઠકો મોટા માર્જિન સાથે જીતવા માટે ભાજપે એક્શન પ્લાન બનાવ્યો છે. ભાજપ દ્વારા પાર્ટીના ત્રણ સભ્યોને મોટી જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં ઓબીસી મોરચાના અધ્યક્ષ મયંક નાયક, ગાંધીનગર બેઠકના સંયોજક તરીકે ધારાસભ્ય હર્ષદ પટેલને જવાબદારી સોંપાઈ હતી જ્યારે સહસંયોજક તરીકે અમદાવાદ જિલ્લાના મહામંત્રી નવદીપ ડોડીયાને જવાબદારી આપવામાં આવી હતી.