Charchapatra

જે ક્ષમતા સ્ત્રીને તે પુરુષની ન હોય

નેહાબેન શાહએ તેમના પત્રમાં કુદરત મૃત્યુ દ્વારા વિખૂટા પાડેલ જીવન સાથીઓ અંગે અને સ્ત્રી કરતા પણ પુરુષની જે કફોડી હાલત થાય છે અને પુરુષને એકલતા કેવી અવદશામાં લાવી મૂકે છે તે યથાર્થ વણવ્યું છે. તેમની વાતમાં તથ્ય છે. ખરેખર પુરૂષ ભારી મૂશ્કેલી જીવન સાથી વિના અનૂભવે છે વળા. સંતાન વિહોણા સાથીઓની તો અત્યંત દશા બુરી હોય છે. પુરુષ એવાં એકલા પણાં માં ખોવાય જાય છે. નથી તે ઘરમાં કશા કામ આવી શકતો કે નથી આડોશ-પાડોશમાં જઇ શકતો મોહલ્લાનાં નૂક્કડે જઇ બેસે તો યુવાનોને બોજ લાગે છે. સ્ત્રીઓ તો ઘરના કામમાં બાળકોને સાચવવામાં કે આડોશ પાડોશનાં કામમાં પણ મદદરૂપ થતા તેમને એકલતા થોડી ઓછી સર્તાવે છે.

વળી આપણે ત્યાં સોહાગણની નિશાની સાથે મૃત્યુ પામતી સ્ત્રીને ભાગ્યશાળી લેખાવાય છે. આથી પ્રત્યેક સ્ત્રી એવું મૃત્યુ ઇચ્છે છે પરંતુ પુરુષ માટે સ્ત્રીનું પેહલા જવું ખરેખર આપિત બની રહે છે તે વિચારવું રહ્યું અને પરા પૂર્વથી સ્ત્રીઓ કરતાં પુરુષની વય લગ્ન સમયે બે ત્રણ વર્ષ મોટી રાખવાની જે પ્રથા છે તેમાં એકલતાની સમસ્યાનો પણ વિચાર કરવામાં આવ્યો હોવાનું અનૂભવાય છે. પુરુષ ગમે તેટલો વીર કેહવા તો હોય પણ સ્ત્રીઓ પાસે જીવન સાથી વિહોણી એકલતા પચાવવાની ક્ષમતા છે. તે કહેવાતા મર્દો પાસે નથી જ નથી.
નવસારી – ગુણવત જોષી-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સુરત સર્વ પ્રથમ કેમ નહિ?
કેન્દ્ર સરકારે સ્વચ્છતા અભિયાનમા આખા ભારતમા સુરતને, જે છેલ્લા ત્રણ વર્ષથી બીજા ક્રમે હતું, તેને પ્રથમ નંબર( સંયુકત રીતે) આપીને ઈનામો ,એવોર્ડો વગેરેથી પોંખ્યું અને સુરતીઓ આનંદથી પોરસાયા એમાં એક અદના નાગરિક તરીકે હું પણ મારી ખુશી વ્યકત કરૂં છું.પરંતુ એમા થોડો વિષાદ અનુભવાયો એટલે આ લખવું પડે છે.સ્પર્ધા ,સ્પર્ધક અને નિર્ણાયકો વિશે લખું તો આ દૈનિકનુ એક ફુલ પેઈજ પણ નાનુ પડે કેમ કે હું વર્ષો સુધી અનેક સ્પર્ધાઓનો સાક્ષી રહ્યો છું, એટલું જ નહિ એમા ભાગ પણ લઈ જુદા જુદા ક્રમના ઈનામો પણ પ્રાપ્ત કર્યાં છે.અને એ માટે નિર્ણાયકો અને આયોજકો પરદા પાછળ કેવા ખેલ કરે છે,અને ક્રમ અપાય છે એનો પ્રત્યક્ષ અને પરોક્ષ અનુભવ લીધો છે.

જો કે આ વાત બધી સ્પર્ધાઓ માટે લાગુ નથી પડતી. મારી જેમ બીજાના અનુભવો સારા પણ હશે કે કેટલીક સ્પર્ધાઓમાં ભાગ લઇ હારી જવું એપણ એક ક્રેડીટ કહેવાય એવી પારદર્શક, સમતોલ,બિન વિવાદાસ્પદ અને ન્યાય પૂર્ણ હોય છે.આમ એટલે કહેવું પડે છે કે ઈન્દોરની જોડાજોડ સંયુકત રીતે સુરતને પ્રથમ ક્રમ અપાયો એમા સુરતનો વિજય થોડો ઝાંખો પડી ગયો છે. એવોર્ડ માટેના માપદંડમાં અન્ય મોટા કે મેટ્રો સીટી સાથે સુરતને મૂકવું જોઇએ. વસ્તી ,ક્ષેત્રફળ, ઉદ્યોગો, રોજગારી, શિક્ષણ,સંસ્કૃતિ, ફલાય ઓવર બ્રિજો,અને આવક ,ઐશ્વર્ય વગેરેની વાત કરીએ તો ભારતનું અન્ય કોઈ શહેર સુરતની ઉંચાઈની લગોલગ તો શું અડધે પણ આવી શકે એમ નથી આ વાતનો ઈન્કાર કોણ કરી શકે એમ છે? અરે, બીજા પાસાંઓની વાત પડતી મૂકો અને એક જ વાત નાગરિકો ધ્યાનમાં લે કે ઈકોતેર લાખની નજીક વસ્તિ પહોંચતી હોય ત્યારે એને સ્વચ્છ રાખવાનું કામ કેટલું પડકાર જનક છે એતો  આમા સંકળાયેલા સત્તાવાળાઓ સિવાય બીજું કોણ સમજી શકે ?
સુરત     -પ્રભાકર ધોળકિયા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top