National

આસામ: કોંગ્રેસની ભારત જોડો યાત્રા પર હુમલો, ગાડીઓમાં તોડફોડ, કોંગ્રેસે ભાજપ પર લગાવ્યો આરોપ

કોંગ્રેસ (Congress) પાર્ટીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ આ દિવસોમાં આસામમાં (Assam) છે. સોમવારે રાજ્યના સુનીતપુર જિલ્લાના જુમુગુરિહાટમાં કેટલાક લોકોએ કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશની કાર (Car) પર હુમલો કર્યો હતો. કોંગ્રેસ પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે હુમલાખોરો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હતા. બીજી તરફ રાહુલ ગાંધીની બસ સામે પણ કેટલાક લોકો ધસી આવ્યા હતા અને મોદી મોદીના નારા લગાવ્યા હતા. રાહુલ ગાંધી બસ રોક બસમાંથી ઉતરી તેમની સામે જઈ રહ્યા હતા જોકે સિક્યુરિટીએ તેમને અટકાવ્યા હતા. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે આસામ સરકાર લોકોને ભારત જોડો ન્યાય યાત્રામાં શામેલ થવા બાબતે લોકોને રોકી રહી છે.

આ હુમલાનો વિડિયો શેર કરતા જયરામ રમેશે કહ્યું કે સુનીતપુરના જુમુગુરિહાટમાં ભાજપના એક અનિયંત્રિત ટોળાએ મારા વાહન પર હુમલો કર્યો હતો. તેઓએ વિન્ડશિલ્ડ પરના ભારત જોડો ન્યાય યાત્રાના સ્ટિકર પણ ફાડી નાખ્યા હતા. તેઓએ પાણીનો મારો ચલાવ્યો અને સૂત્રોચ્ચાર કર્યા. પરંતુ અમે અમારું સંયમ જાળવી રાખ્યું, ગુંડાઓને હાથ બતાવ્યો અને ઝડપથી આગળ વધી ગયા. તેમણે આરોપ લગાવ્યો કે આ હુમલો રાજ્યના સીએમ દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ અમે તેનાથી ડરવાના નથી. અમે લડતા રહીશું.

કોંગ્રેસ પાર્ટીની સંચાર સમિતિના સભ્ય મહિમા સિંહે કહ્યું કે આ હુમલા બાદ અમે પોલીસને જાણ કરી હતી. જયરામ રમેશ ઉપરાંત હુમલાખોરોએ કેટલાક મીડિયાકર્મીઓ સાથે પણ ઝપાઝપી કરી હતી. હુમલાખોરોએ વાહન પરના સ્ટીકર ફાડી નાખ્યા હતા અને તેના પર ભાજપનો ઝંડો લગાવવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે કારનો પાછળનો કાચ લગભગ તૂટી ગયો હતો.

વ્લોગરનો કેમેરા, બેચ અને અન્ય સાધનો છીનવી લીધા
કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો કે યાત્રાને કવર કરી રહેલા વ્લોગરનો કેમેરા, બેચ અને અન્ય સાધનો છીનવી લેવામાં આવ્યા હતા. પાર્ટીની સોશિયલ મીડિયા ટીમના સભ્યો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આ વિસ્તારમાં ભાજપનો કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો અને મીડિયાકર્મીઓ તેને જોવા માટે કારમાંથી નીચે ઉતર્યા હતા. જે બાદ ટોળાએ હુમલો કર્યો હતો. તે સમયે પરિસ્થિતિ ખૂબ જ ડરામણી બની ગઈ હતી.

રાહુલ ગાંધીની બસ સામે મોદી મોદીના નારા
આસામના સોનિતપુરમાં રાહુલ ગાંધી તેમની ન્યાય યાત્રા દરમિયાન લોકોને મળી રહ્યા હતા ત્યારે અચાનક જ રાહુલની સામે ભીડમાં રહેલા લોકોએ મોદી-મોદીના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. ભીડને આગળ વધતી જોઈને તેમના સુરક્ષાકર્મીઓ અને પાર્ટીના કાર્યકરોએ રાહુલ ગાંધીને ‘ભારત જોડો ન્યાય યાત્રા’ની બસની અંદર લઈ જવા લાગ્યા પરંતુ રાહુલ ગાંધી બસમાંથી નીચે ઉતરી ગયા હતા. કોંગ્રેસે દાવો કર્યો છે કે યાત્રા દરમિયાન સોનિતપુરમાં ભાજપના કાર્યકરોએ પાર્ટીના કાર્યકરો અને નેતાઓ પર હુમલો કર્યો હતો. કોંગ્રેસનું કહેવું છે કે જ્યારે કોંગ્રેસના સાંસદો લોકોની મોટી ભીડ તરફ આગળ વધ્યા હતા, જેમાં ભાજપના ઝંડા લઈને આવેલા લોકો પણ સામેલ હતા. લોકો મોદી-મોદીના નારા લગાવવા લાગ્યા અને રાહુલ ગાંધી તરફ આગળ વધવા લાગ્યા હતા.

Most Popular

To Top