સુરત (Surat) : કામરેજમાં (Kamrej) ત્રણ ઈસમોએ એક હોટેલ (Hotelier) સંચાલક સહિત બે લોકો પર ચપ્પુ (AttackWithKnief) વડે હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. આખી ઘટનાના CCTV સામે આવતા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે હુમલો જૂની અદાવતમાં કરાયો હતો. ચપ્પુ વડે હુમલો કર્યા બાદ જાનથી મારી નાંખવાની ધમકીઓ પણ અપાઈ હતી. લોકોથી ભરચક વિસ્તારમાં હોટેલ સંચાલક પર જાહેરમાં હુમલો થતા ભયનો માહોલ ઉભો થયો છે. સુરત જિલ્લામાં બેખૌફ બનેલા અસામાજિક તત્વો પર પોલીસનો કોઈ ડર રહ્યો ન હોવાનું જાણવા મળ્યું છે.
પરેશભાઇ ગોરધનભાઈ મકવાણા (ઉં.વ.35 રહે. 10, HRP બંગ્લોજ, રોયલ રેસીડેંસીની સામે, કેનાલ રોડ કામરેજ, મૂળ વતન-લાખણકા ગામ તા.ગઢડા(સ્વામીના)જી.બોટાદ) એ જણાવ્યું હતું કે, કામરેજમાં માણેકબા મટકા મૈસુર નામની હોટલના સંચાલક છે. હોટેલ-રેસ્ટોરન્ટના વ્યવસાયથી પરીવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.
ઘટના 15 મી ની સાંજે 5:30 ની હતી. અચાનક એક બહેન હોટલની બહારથી દોડતા દોડતા મારી પાસે આવ્યા હતા. તમારા કાકાભાઇ હર્ષદભાઇને કેટલાક માણસો મારી રહ્યા હોવાની વાત કરી હતી. દોડીને હોટલની બહાર જતા કાકાભાઇ હર્ષદભાઇ સાથે ત્રણ જણા ગાળાગાળી કરતા હતા. અમારા સબંધીઓ સાથે એક્સીડન્ટ કર્યો હોવાનું કહી ત્રણ ઇસમોમાંથી એક હર્ષદભાઇને પકડીને તેમની ગાડીમાં બેસાડવાનો પ્રયાસ કરતા હતા.
વધુમાં જણાવ્યું હતું કે કાકાને ઉપાડી જતા જોઈ રસીકભાઇ કુરજીભાઇ મકવાણા સાથે હર્ષદભાઇની મદદે દોડી ગાયો હતો. કાકાને ગાડીમાંથી ઉતારી ઘટના બાબતે પુછતા જાણવા મળ્યું હતું કે કામરેજ રોડ ઉપર થોડીવાર પહેલા એક મોટર સાઇકલ સાથે તેમની ફોર-વ્હીલ કાર ટકરાઇ ગઈ હતી. જેમાં બાઇક સવારોને ઇજા થતા સીટી લાઇફકેર હોસ્પીટલમાં સારવાર માટે લઈ ગયા બાદ હું હોટેલ પર આવ્યો હતો.
સમાધાન અને સારવાર ખર્ચાના રૂપિયા લેવા આવ્યા હતા. તે દરમ્યાન આ ત્રણેય અજાણ્યા ઇસમો કેમ તમે એક્સીડન્ટ કર્યો છે કહી ગાળાગાળી કરી ઢીકમુક્કીનો માર મારવાનું શરૂ કરી દીધું હતું. સમાધાન અને સારવાર ખર્ચ આપવાની વાત કરી હોવાછતાં ત્રણમાંથી બે ઇસમો મને નાલાયક ગાળો આપી ઢીકમુક્કીનો માર માર્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે કાકાને જાહેરમાં માર મરાતા તેઓ ચક્કર આવવાથી પડી ગયા હતા. બચવા માટે હોટલ તરફ દોડ્યા હતા. ત્યારે ત્રણમાંથી બે ઇસમો તેમની પાછળ દોદયા હતા જેમા એક જાડીયો ઇસમ કાકા ને ચપ્પુ કાઢી ડાબા હાથના બાવડામાં મારી દીધુ હતું. બચાવવા આવેલા હોટલના કારીગર પ્રફુલ રમેશભાઇ મક્વાણાને પણ જાડીયા ઇસમે જમણા હાથના બાવડામાં ચપ્પુ વડે મારી દીધુ હતુ.
ત્યારે ત્રીજા ઇસમે હુમલાખોર જાડીયા ઇસમને CCTV કેમેરા લાગ્યા હોવાનું ધ્યાન દોર્યું હતું. આ ત્રણેય ઇસમો ભાગતા ભાગતા ધમકી આપી ગયા હતા કે બચી ગયા છો બહાર મળશો ત્યારે તમને જાનથી મારી નાંખીશુ. ઇજાગ્રસ્ત કાકા ને હોટેલના કર્મચારીને 108ની મદદથી તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. હાલ પોલીસ તપાસ ચાલુ છે.