સુરત: પાંડેસરામાં વહેલી સવારે ઢોર પકડવા ગયેલી પાલિકાની ટીમ ઉપર પશુપાલકો દ્વારા હુમલો કરવામાં આવતા ભાગદોડ મચી ગઇ હતી. ખાડી પુલ નજીક ખુલ્લા પ્લોટમાં થયેલા હુમલા બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી. હુમલામાં પાલિકાના એક કર્મચારીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્ત કર્મચારીને સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો છે. પાંડેસરા પોલીસે ઘટના સાથે દોડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પાંડેસરામાં ઢોર પકડવા ગયેલી પાલિકાની ટીમ પર પશુપાલકોનો હુમલો : કર્મચારીનું માથું ફૂટ્યું
By
Posted on